GSSSB CCE Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા મંડળમાં ૫,૩૭૦ જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત; ગ્રેજ્યુએટ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો કેવી રીતે કરશો અરજી!

Arati Parmar
3 Min Read

GSSSB CCE Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની ૫ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની જાહેરાત મંડળ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા પણ ૦૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો સરકારી નોકરી માટે અભ્યાસ કરી રહ્યા છે, તેઓ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. ક્લર્કની જગ્યાઓ સૌથી વધુ છે.

ગુજરાત ક્લર્ક ભરતી ૨૦૨૬ જગ્યાની વિગતો

પદનું નામવેકેન્સીવિભાગ/કચેરી
સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર (ગ્રુપ A)૧૨૫નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર
ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ (ગ્રુપ A)૦૩નિયામક, મત્સ્યોદ્યોગ
રેવન્યુ ક્લર્ક (કલેક્ટર ઓફિસ ક્લર્ક) (ગ્રુપ A)૧૬૦૦કલેક્ટર કચેરી
હેડ ક્લર્ક (ગ્રુપ A)૧૩૪વિવિધ વિભાગો
સિનિયર ક્લર્ક (ગ્રુપ A)૫૦૨વિવિધ વિભાગો
જુનિયર ક્લર્ક (ગ્રુપ B)૩૦૦૫વિવિધ વિભાગો
કુલ૫૩૭૦

ક્લર્કની સરકારી નોકરી માટે લાયકાત શું જોઈએ?

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

  • કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન અને હિન્દી સાથે ગુજરાતી ભાષા આવડવી જોઈએ.

  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષ હોવી જોઈએ.

  • મહત્તમ વયમર્યાદામાં SC/ST/SEBC/EWS/મહિલા/PwBD/એક્સ સર્વિસમેન અને સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

ગુજરાત ક્લર્ક ભરતીની મહત્વની વિગતો

વિગતમાહિતી
ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) (CCE)
પદનું નામગ્રુપ A અને ગ્રુપ B (વર્ગ-III)
જાહેરાત ક્રમાંક૩૭૮/૨૦૨૫૨૬
કુલ જગ્યાઓ૫૩૭૦ (ગ્રુપ A- ૨૩૬૫, ગ્રુપ B- ૩૦૦૫)
અરજી શરૂ થવાની તારીખ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬
પગાર ધોરણગ્રુપ A: પે મેટ્રિક્સ લેવલ-૦૫ (₹૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦), ગ્રુપ B: પ્રથમ પાંચ વર્ષ ₹૧૯,૯૫૦/- ફિક્સ. ત્યારબાદ નિયમિત સ્કેલ.
પસંદગી પ્રક્રિયાપ્રાથમિક પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ
અરજી ફીસામાન્ય વર્ગ: ₹૫૦૦/-, અનામત વર્ગ: ₹૪૦૦/-

ગુજરાત ક્લર્ક ભરતીનું ફોર્મ કેવી રીતે ભરવું?

  • જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે, તેમણે સૌ પ્રથમ મંડળની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in અથવા પોર્ટલ ojas.gujarat.gov.in પર જવું પડશે.

  • આ પોર્ટલ પર પહેલા પોતાની OTR (વન ટાઈમ રજીસ્ટ્રેશન) પ્રક્રિયા પૂરી કરવી પડશે.

  • આ માટે તમારે તમારી પાયાની વિગતો જેવી કે નામ, જન્મતારીખ, જાતિ, સરનામું વગેરે ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • ત્યારબાદ મેળવેલા રજીસ્ટ્રેશન નંબર દ્વારા વેબસાઇટ પર લોગિન કરો.

  • એપ્લિકેશન ફોર્મ ખૂલ્યા પછી તેમાં માંગેલી અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, માર્ક્સ, બોર્ડ, વયમર્યાદા વગેરે ભરો.

  • તમારો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો કલર ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરો.

  • કેટેગરી મુજબ અરજી ફી ભરો અને ફોર્મની ફાઈનલ પ્રિન્ટ આઉટ કાઢી લો.

  • આ ભરતીમાં જે ઉમેદવારો પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરશે તેમને જ મુખ્ય પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે.

Share This Article