Territorial Army Officer Recruitment: આર્મીમાં ભરતી થવાનું સપનું તમે અત્યારે પણ પૂરું કરી શકો છો. ટેરિટોરિયલ આર્મીએ ઓફિસર પદો પર ભરતીની નવી જાહેરાત બહાર પાડી છે. જે લોકો પોતાના બિઝનેસ કે નોકરીની સાથે સેનાનો યુનિફોર્મ પહેરવા માંગે છે, ખાસ કરીને તેમના માટે આ એક ઉત્તમ તક છે. સત્તાવાર વેબસાઇટ territorialarmy.in પર ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મહિલા અને પુરુષ બંને ઉમેદવારો માટે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
ટેરિટોરિયલ આર્મી ભરતી 2026 મહત્વની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 20 એપ્રિલ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 19 મે 2026
સીબીટી લેખિત પરીક્ષા: 12 જુલાઈ 2026
ટેરિટોરિયલ આર્મીમાં જવા માટે યોગ્યતા શું જોઈએ?
શૈક્ષણિક યોગ્યતા: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હોય.
વય મર્યાદા: લઘુત્તમ વય 18 વર્ષ અને અરજીની છેલ્લી તારીખ 19 મે 2026 સુધીમાં ઉપલી વય 42 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
રોજગાર: કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/સેમી ગવર્નમેન્ટ/PSU/પ્રાઇવેટ સેક્ટર/સ્વરોજગાર કે બિઝનેસ કરતા હોવા જોઈએ. નિયમિત રીતે સેના કે પોલીસમાં સેવા આપતા ઉમેદવારો આમાં અરજી કરી શકશે નહીં.
ટેરિટોરિયલ આર્મી શું છે?
TA (ટેરિટોરિયલ આર્મી): તે ભારતીય સેના સાથે મળીને કામ કરે છે. આ એવા લોકો માટે સેનામાં જવાનો રસ્તો છે, જેઓ પહેલેથી જ કોઈ વ્યવસાય કે નોકરીમાં કાર્યરત છે પરંતુ દેશસેવાનો જુસ્સો ધરાવે છે.
તે પાર્ટ ટાઈમ સેવા છે, ફૂલ ટાઈમ કરિયર નથી.
આમાં પેન્શનની ગેરંટી નથી, તે કેટલી અવધિ સુધી સૈન્ય સેવા આપી તેના પર નિર્ભર કરે છે.
પસંદ થયેલા ઉમેદવારોને લેફ્ટનન્ટ રેન્ક પર કમિશન મળશે.
ટ્રેનિંગ અને સેવા દરમિયાન રેગ્યુલર આર્મીના અધિકારીઓ સમાન જ પગાર અને સુવિધાઓ આપવામાં આવે છે.
TA આર્મીમાં પગાર કેટલો મળશે?
| રેન્ક | લેવલ | પે મેટ્રિક્સ | મિલિટરી સર્વિસ પે |
| લેફ્ટનન્ટ | લેવલ 10 | 56,100 – 1,77,500 | 15,500/- |
| કેપ્ટન | લેવલ 10A | 61,300 – 1,93,900 | 15,500/- |
| મેજર | લેવલ 11 | 69,400 – 2,07,200 | 15,500/- |
| લેફ્ટનન્ટ ક કર્નલ | લેવલ 12A | 1,21,200 – 2,12,400 | 15,500/- |
કેવી રીતે અરજી કરવી?
સત્તાવાર વેબસાઇટ territorialarmy.in પર જાઓ.
‘Join as an Officer’ લિંક પર ક્લિક કરીને જાહેરાત વાંચો.
‘Apply Online’ પર જઈને રજીસ્ટ્રેશન કરો.
પર્સનલ અને શૈક્ષણિક વિગતો ભરો.
એપ્લિકેશન ફોર્મ (IAF TA-9) ને પોતાના હસ્તાક્ષરમાં ભરીને અપલોડ કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ (માર્કશીટ, ફોટોગ્રાફ, આવકનું પ્રમાણપત્ર વગેરે) સ્કેન કરીને અપલોડ કરો.
₹500 અરજી ફી ઓનલાઇન જમા કરાવો અને ફોર્મ સબમિટ કરો.
આ ભરતીમાં પસંદગી લેખિત પરીક્ષા અને ત્યારબાદ એસએસબી (SSB) ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

