UPSC Ministry Recruitment: UPSC દ્વારા વિવિધ મંત્રાલયોમાં નવી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કેવી રીતે ઓનલાઇન અરજી કરવી અને કોણ છે પાત્ર

Arati Parmar
3 Min Read

UPSC Ministry Recruitment 2026: સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો તમને મંત્રાલયમાં જોબ લેવાની તક મળી રહી છે. સંઘ લોક સેવા આયોગે તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરી છે. જેના માધ્યમથી સંસ્કૃતિ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના વિભાગોમાં ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવશે. આયોગની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર આ નવી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે. ઓનલાઇન અરજી કરવાની વિન્ડો પણ 11 એપ્રિલ 2026 થી ખુલી ગઈ છે.

યુપીએસસી ભરતીની મહત્વની તારીખ

  • અરજી શરૂ થવાની તારીખ: 11 એપ્રિલ 2026

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 1 મે 2026 સાંજે 6 વાગ્યા સુધી

UPSC Bharti 2026: પદની વિગતો

પદમંત્રાલયજગ્યાઓવય મર્યાદાસેલેરી
આસિસ્ટન્ટ કીપર (એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)સંસ્કૃતિ મંત્રાલય0130 વર્ષલેવલ-07
સીનિયર સ્ટોર ઓફિસર ગ્રેડ-II (DRDO)સંરક્ષણ મંત્રાલય0735 વર્ષલેવલ-10
લાઇવ સ્ટોક ઓફિસર (પશુપાલન અને ડેરી વિભાગ)મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય0835 વર્ષલેવલ-10
કુલ16

ઉપલી વય મર્યાદામાં અનામત વર્ગોને સરકારી નિયમો મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે.

- Advertisement -

યુપીએસસી ભરતી માટે લાયકાત શું જોઈએ?

  • આસિસ્ટન્ટ કીપર: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી. મ્યુઝિયોલોજીમાં ડિપ્લોમા પણ મેળવેલ હોય. કોઈ મ્યુઝિયમમાં ચીજોને હેન્ડલ કરવાનો અને સાચવવાનો 1 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

  • સીનિયર સ્ટોર ઓફિસર ગ્રેડ-II: ઇકોનોમિક્સ અથવા કોમર્સ અથવા સ્ટેટિસ્ટિક્સ અથવા બિઝનેસ સ્ટડીઝ અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવેલ હોય. સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

  • લાઇવ સ્ટોક ઓફિસર: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડ્રીમાં બેચલરની ડિગ્રી મેળવેલ હોય. સાથે સ્ટેટ વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન પણ હોવું જોઈએ. ઉમેદવાર પાસે કેટલ એન્ડ લાઇવસ્ટોક ડેવલપમેન્ટ અથવા એનિમલ હેલ્થ અથવા પોલ્ટ્રી અથવા મીટ પ્રોડક્ટ વગેરેમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

યુપીએસસી ભરતીમાં કેવી રીતે એપ્લાય કરવું?

યુપીએસસીની આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકાય છે. આ માટે તમે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

  1. સૌથી પહેલા સંઘ લોક સેવા આયોગની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

  2. જો તમે તમારો રજીસ્ટ્રેશન નંબર નથી બનાવ્યો, તો પહેલા તમારી વિગતો દ્વારા નોંધણી કરાવો.

  3. ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન નંબર દ્વારા વેબસાઇટ પર લોગિન કરી શકો છો.

  4. તમારી શૈક્ષણિક વિગતો, અનુભવ, સરનામું, વય મર્યાદા જેવી બાકીની માહિતી ભરો. તમામ વિગતો તમારા પ્રમાણપત્રો મુજબ જ ભરો.

  5. તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને જરૂરી ડોક્યુમેન્ટ્સ યોગ્ય સાઇઝમાં સ્કેન કરીને અપલોડ કરો.

  6. તમારી શ્રેણી મુજબ એપ્લિકેશન ફી ભરો અને ફોર્મને ફાઇનલી સબમિટ કરો.

Share This Article