સુરતઃ 2016માં પ્રતિબંધિત રૂ.500-1000ની નોટોનું બ્લેક માર્કેટિંગ હજુ પણ ચાલુ!, ડુમસમાં 4 ઝડપાયા

Reena Brahmbhatt
2 Min Read

પોલીસે દરોડો પાડી 75 લાખની જૂની નોટો જપ્ત કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. આ બંને નોટોનો 100% સ્ટોક રિઝર્વ બેંક પાસે પહોંચી ગયો છે, પરંતુ આ રદ થયેલી નોટોના કાળાબજાર હજુ પણ ચાલુ છે. નોટબંધીના આઠ વર્ષ પછી પણ આ નોટોનો સ્ટોક ઉપલબ્ધ છે. સુરત પોલીસે શહેરના ડુમસ વિસ્તારમાંથી રૂ.500 અને રૂ.1000ની જૂની નોટો સાથે 4 લોકોને ઝડપ્યા હતા, તેમની પાસેથી રૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

arrested

ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમપોર ગામના બાવળ ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ભારત સરકાર દ્વારા રદ કરાયેલ રૂ.70 લાખના દરની 14 હજાર રૂ.500 અને રૂ.5 લાખના દરની 500 રૂ.1000ની નોટો ચાર લોકો પાસેથી મળી કુલ રૂ.75 લાખની 14,500ની નોટો મળી આવી હતી. આ અંગે ત્વરીત કાર્યવાહી કરી ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જૂની નોટો સાથે નરેશ રણછોડ પટેલ, વિનીત રજનીકાંત દેસાઈ, મોહમંદ સાદિક, મોહમંદ સફી શેખ અને મનીષકુમાર માર્કંડેયસિંહ રાજપૂતની ધરપકડ કરી છે.

- Advertisement -

આઠ વર્ષ પહેલા રદ થયેલી 75 લાખ રૂપિયાની નોટો અત્યાર સુધી કેમ છુપાવવામાં આવી? પકડાયેલા આરોપીઓને આ નોટો સાથે શું સંબંધ છે? આ સવાલોના જવાબો મેળવવા સુરત પોલીસે તપાસ શરૂ કરી છે. આ નોટોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થતો હતો તે પણ પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Share This Article