ગુજરાતમાં પોલીસકર્મીને SUV સાથે ખેંચી જતા યુગલની ધરપકડ

Reena Brahmbhatt
1 Min Read

અમદાવાદ, 1 ડિસેમ્બર: ગુજરાતના અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીને તેમની એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સાથે ખેંચીને ભાગવાનો પ્રયાસ કરવા બદલ એક યુગલની ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.

તેણે કહ્યું કે પોલીસકર્મીને પગ અને હાથ પર ઈજા થઈ છે.

- Advertisement -

ચાંદખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શનિવારની રાત્રે 11:15 વાગ્યે સર્ચ ઓપરેશન દરમિયાન, જ્યારે પોલીસકર્મીઓએ રોકવાનો સંકેત આપ્યો, ત્યારે SUV ડ્રાઇવરે તેમની ઉપરથી ભાગવાનો પ્રયાસ કર્યો. તેને રોકવા પોલીસકર્મી નીતિશ રામજી કારના બોનેટ સાથે ચોંટી ગયો હતો. એસયુવી તેને થોડા અંતર સુધી ખેંચી ગઈ, જેના કારણે તેના હાથ અને પગમાં ઈજા થઈ. જ્યારે તે નીચે પડ્યો ત્યારે તેને ટ્રક દ્વારા કચડી જવાનો ભય હતો, પરંતુ ટ્રક ચાલકે સમયસર બ્રેક લગાવી દીધી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, “અન્ય પોલીસકર્મી, જેણે એસયુવીના ડ્રાઇવરની બાજુની અડધી ખુલ્લી બારીનો ઉપરનો ભાગ પકડી રાખ્યો હતો, તે પણ વાહનની ઝડપ વધતાં નીચે પડી ગયો હતો.” વાહનમાં બેઠેલા ડ્રાઈવર અને તેની પત્નીની હત્યાના પ્રયાસ અને સરકારી કર્મચારીને ગંભીર ઈજા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ તેના પતિને એસયુવીની ઝડપ વધારવાનો સંકેત આપ્યો હતો.

- Advertisement -

ચાંદખેડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલુ છે.

- Advertisement -
Share This Article