પેરિસ, તા. 28 : પેરિસ ખાતે ઓલિમ્પિકના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય મહિલા ખેલાડીઓના ડ્રેસને લઈને તેના?ડિઝાઈનર તરુણ તહિલિયાનીને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકોએ એવો રોષ ઠાલવ્યો હતો કે, આટલી મોટી ઈવેન્ટમાં ભારતીય પરિધાનોને વિશ્વની સામે પ્રસ્તુત કરવાની તકને ગુમાવીને નબળા કાપડ ઉપરાંત, પોતાનો લોગો આ ડ્રેસમાં લગાવી કંપનીનો પ્રચાર કર્યો, જેને લીધે મહિલા ખેલાડીઓનું પરિધાન ખરાબ રીતે પ્રદર્શિત થયું હતું.

આ બાબતે તરુણ તહિલિયાનીએ મીડિયા સાથે વાતચીત કરતાં સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ લોગો નથી. તેના કોટ પર માત્ર એક પ્રતીક હતું. એ જગ્યાએ પહેલાં ભારતીય ધ્વજ લગાવાયો હતોપ પરંતુ આઈ.એસ.ઓ.ના નિયમાનુસાર તેનો ઉપયોગ ન થઈ શકે અને અંતિમ મિનિટોમાં ફેરફાર થયા હતા. હું ડિઝાઈનથી ખુશ છું અને તેના પર કાયમ છું, તેવું જણાવ્યું હતું.

