આર્થિક અપરાધોમાં સંડોવાયેલા સાઈબર અપરાધીઓ સામે સીબીઆઈએ દેશવ્યાપી

newzcafe
By newzcafe 2 Min Read

રાજ્યમાં સાયબર ગુના પર સરકાર દ્વારા કડક પગલાં શરૂ


રાજ્યમાં સાયબર ગુના પર સરકાર દ્વારા કડક પગલાં શરૂ 


નવી દિલ્હી, તા. 19 : આર્થિક અપરાધોમાં સંડોવાયેલા સાઈબર અપરાધીઓ સામે સીબીઆઈએ દેશવ્યાપી `ઓપરેશન ચક્ર 2′ શરૂ કર્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ અભિયાન હેઠળ 11 રાજ્યમાં 76 સ્થળોએ દરોડા પાડયા છે. તેમજ પાંચ કેસ દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રો દ્વારા આ જાણકારી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી દરમિયાન 32 મોબાઈલ ફોન, 48 લેપટોપ, પેન ડ્રાઈવ અને હાર્ડડિસ્ક જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં એમેઝોન અને માઈક્રોસોફ્ટ દ્વારા કરેલી ફરીયાદ ઉપરાંત ક્રિપ્ટોકરન્સી મારફતે 100 કરોડની છેતરપિંડીનો મામલો પણ સામેલ છે. અધિકારીઓના કહેવા પ્રમાણે જે પાંચ કેસ દાખલ થયા છે તેમાંથી એક ક્રિપ્ટોકરન્સી મારફતે છેતરપિંડીનો છે. જેમા સાઈબર અપરાધીઓના કૌભાંડે ભારતીય નાગરિકોના 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે એફઆઈયુ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ઈનપુટના આધારે કાર્યવાહી શરૂ થઈ છે. આ ઉપરાંત એમેઝોન અને માઈક્રોસોફ્ટ દ્વારા બે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે આરોપી કોલ સેન્ટર ચલાવતા હતા અને વિદેશી નાગરિકોને નિશાન બનાવવા માટે પોતે કંપનીના કસ્ટમર કેર એજન્ટ બતાવતા હતા. આ ઓપરેશન હેઠળ સીબીઆઈ દ્વારા નવ કોલ સેન્ટરની તલાશી લીધી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. ઓપરેશન હેઠળ સીબીઆઈ પોતાના આંતરરાષ્ટ્રીય સમકક્ષો સાથે આતંરરાષ્ટ્રીય પોલીસ સાથે પણ  સહયોગની ભાવનાથી કામ કરી રહી છે. જેમાં એફબીઆઈ, ઈન્ટરપોલના આઈએફસીએસીસી, એનસીએ, સિંગાપુર પોલીસ વગેરે સામેલ છે.

Share This Article