અલગ અલગ માર્કેટમાં દુકાનો ભાડે રાખીને છેતરપિંડી આચરતા હતા.
રીંગરોડ પર આવેલી વિવિધ કાપડ માર્કેટમાં ભાડે દુકાન રાખીને કાપડના વેપારી સાથે 1 કરોડ 45 લાખ 33 હજાર 398 રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે આરોપી રાકેશ ચંદારામ કુમાવત (રહે- 207, બી બ્લોક, પ્રિયંકા મેટ્રો સિટી, અંબિકા હાઇટ્સ પાસે, મહારાણા ચોક ગોડાદરા, સુરત અને વતની- જિલ્લો બ્યાવર રાજસ્થાન) સામે નોંધાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. ).
આરોપી રાકેશ કુમાવત અલગ-અલગ માર્કેટમાં દુકાનો ભાડે રાખીને કાપડનો સામાન ખરીદતો હતો અને રોકાણકારો સાથે વિશ્વાસ ઉભો કરતો હતો. શરૂઆતમાં સમયસર માલના પેમેન્ટ કરીને વિશ્વાસ મેળવ્યા બાદ વધુ માલ મંગાવતો હતો અને નિયત સમયમાં માલની ચૂકવણી ન કરી ભાડાની દુકાન બંધ કરીને ભાગી જતો હતો. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ડિસેમ્બર 2023માં દુકાન ભાડે રાખીને ફરિયાદી પાસેથી કાપડનો માલ ખરીદ્યો હતો, પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને ફેબ્રુઆરી 2024માં એકસાથે દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. આરોપી છેલ્લા 7 મહિનાથી ફરાર હતો.

