કેવા ફળને ફ્રીજમાં ન રાખવા જોઈએ ?

Reena Brahmbhatt
2 Min Read
Fruit market in Sri Lanka - yellow and red bananas on branches. Natural simple organic food.

આ 5 ફળને ન રાખવા ફ્રીજમાં, બદલી જાય છે સ્વાદ અને પોષકતત્વોનો પણ થઈ જાય છે નાશ
કેટલીક વસ્તુઓ ખાસ કરીને ફળ એવા હોય છે જેને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ફ્રીજમાં સ્ટોર કરવાથી ફળમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. તો ચાલો તમને જણાવીએ કયા એવા ફળ છે જેને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.

મોટાભાગના ઘરોમાં વીકઓફ હોય ત્યારે એકસાથે ફળ અને શાકભાજીની ખરીદી થઈ જાય છે અને પછી ઘરે બધી વસ્તુઓને સાફ કરી અને ફ્રીજમાં રાખી દેવામાં આવે છે. જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે અને તેનો ઉપયોગ પણ કરી શકાય. આજના વ્યસ્ત જીવનમાં લોકો માટે ફ્રીજ ખૂબ જ ઉપયોગી સાબિત છે. જો કે બધી જ વસ્તુઓ એવી હોતી નથી કે તેને ફ્રીજમાં રાખી શકાય. કેટલીક વસ્તુઓ ખાસ કરીને ફળ એવા હોય છે જેને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ફ્રીજમાં સ્ટોર કરવાથી ફળમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. તો ચાલો તમને જણાવીએ કયા એવા ફળ છે જેને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.
આ ફળને ન રાખો ફ્રીજમાં

- Advertisement -

કેળા
કેળાને હંમેશા રૂમ ટેમ્પરેચર પર જ રાખવા જોઈએ. તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તે કાળા થવા લાગે છે અને ઝડપથી બગડી જાય છે. કેળામાંથી ઇથિલિન ગેસ નીકળે છે જેના કારણે તેની સાથે રાખેલા અન્ય ફળો પણ ઝડપથી પાકે છે.

સફરજન
સફરજન ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. જો તમે સફરજનને ફ્રીજમાં રાખશો તો તેના પોષક તત્વો નષ્ટ થઈ જશે. જો તેને રેફ્રિજરેટરમાં રાખવા જરૂરી હોય તો પછી સફરજનને કાગળમાં લપેટીને રાખો.

- Advertisement -

તરબૂચ
તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો તેને ફ્રિજમાં રાખીને ઠંડુ કરીને ખાય છે. પરંતુ આમ કરવાથી આ ફળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોનો નાશ થઈ શકે છે.

Share This Article