MSC Bank Case Closure: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક: ૨૫,૦૦૦ કરોડના બેંક કૌભાંડમાં દિવંગત અજિત પવાર અને સુનેત્રા પવાર સહિત ૭૫ આરોપીઓને કોર્ટની ક્લીન ચિટ

Arati Parmar
2 Min Read

MSC Bank Case Closure: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (MSCB) સાથે જોડાયેલા કથિત ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે આર્થિક ગુના શાખા (EOW) દ્વારા દાખલ કરવામાં આવેલ ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે. આ નિર્ણયની સાથે જ ટ્રાયલ કોર્ટના સ્તરે આ હાઈ-પ્રોફાઈલ ગુનાહિત કેસનો અંત આવ્યો છે. આ કેસમાં દિવંગત અજિત પવાર અને સુનેત્રા પવારને પણ ક્લીન ચિટ મળી ગઈ છે. EOW એ કોર્ટને જણાવ્યું કે કોઈ ગુનાહિત કૃત્ય બન્યું નથી. EOW એ કહ્યું કે લોન રિકવરીમાં કથિત ગેરરીતિઓમાં કોઈ ગુનો થયો નથી.

આ મામલામાં એક કાર્યકર્તાએ અરજી દાખલ કરી હતી. સ્પેશિયલ કોર્ટે અરજી ફગાવી દઈને અજિત પવાર અને સુનેત્રા પવારને ક્લીન ચિટ આપી દીધી છે. આ મામલામાં ક્લોઝર રિપોર્ટ ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ ફાઈલ કર્યો હતો. રિપોર્ટમાં અજિત પવાર, સુનેત્રા પવાર અને અન્યને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કેસમાં અત્યારે કોર્ટના વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે.

- Advertisement -

કયા દિગ્ગજોને મળી રાહત?

અદાલતના આ નિર્ણયથી અંદાજે ૭૫ આરોપીઓને ક્લીન ચિટ મળી ગઈ છે. આમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCP નેતા સુનેત્રા પવાર, પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવાર, જેઓનું તાજેતરમાં નિધન થયું છે અને અન્ય ઘણા પૂર્વ બેંક ડિરેક્ટરો અને વરિષ્ઠ નેતાઓ સામેલ છે.

શું હતી EOW ની ‘C-Summary’ રિપોર્ટ?

મુંબઈ પોલીસની EOW એ પોતાના રિપોર્ટમાં તારણ કાઢ્યું હતું કે બેંક લોન અને મિલકતો (જેમ કે ખાંડની મિલો) ના વેચાણમાં અનિયમિતતાના આરોપો તો લાગ્યા હતા, પરંતુ ગુનાહિત કાવતરાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. બેંકને જાણીજોઈને કોઈ ‘અયોગ્ય નુકસાન’ પહોંચાડવામાં આવ્યું નથી. તપાસ દરમિયાન બેંકે અંદાજે ૧,૩૪૩ કરોડ રૂપિયાની વસૂલાત પણ કરી લીધી છે. પુરાવાઓના અભાવે ચાર્જશીટ દાખલ કરવાનો કોઈ આધાર બનતો નથી.

- Advertisement -
Share This Article