વડોદરાઃ બેંક ખાતામાંથી નકલી સહીઓ કરીને પૈસા ઉપાડનારા સામે ફરિયાદ

Reena Brahmbhatt
1 Min Read

ડભોઈ બીઓબીના ત્રણ ગ્રાહકોના ખાતામાંથી રૂ. 11.33 લાખ ઉપાડી ગયા

વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં આવેલી બેંક ઓફ બરોડાના ત્રણ ખાતાધારકોના ખાતામાંથી રૂ. 11.33 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. તેથી, ખાતાધારકોના ચાર નકલી સહી કરનારાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

bob dabhoi

પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ ઝરોલા વગા ખાતે રહેતા 62 વર્ષીય અતુલ નવનીત ગાંધી ધંધો કરે છે. તેણે ડભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનું ડભોઈ બેંક ઓફ બરોડામાં આદર્શ નિકેતન સંગીત વિદ્યાલયના નામે ખાતું છે. એ જ રીતે રમણીકલાલ રતિલાલ શાહ, ગીતાબેન રમણીકભાઈ શાહ, શર્મિષ્ઠાબેન કૃષ્ણલાલ શાહ સહિત 3 લોકોના પોતાના ખાતા હતા. ગાંધીનગરના સિલીકોટા વિસ્ટામાં રહેતા સંદીપ કુમાર અને એસકે એન્ટરપ્રાઈઝના માલિક અને કરણકુમાર દીપકભાઈ ભટ્ટ અને કેતુ એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડના માલિકે કોઈક રીતે ત્રણ ખાતાધારકોના ચેક મેળવ્યા હતા. ખાતાધારકોને જાણ કર્યા વિના, તેઓએ સપ્ટેમ્બર 2023 થી 16 ડિસેમ્બર, 2023 સુધીમાં ત્રણ ખાતામાંથી 11,35,000 રૂપિયાની છેતરપિંડી કરીને તેમની સહીઓ બનાવટી અને ખોટી રકમો લખીને ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Share This Article