બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનનો મોટો દીકરો જુનૈદ ખાન(Junaid Khan) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘મહારાજ’ (Maharaj Film)માં જુનૈદ જયદીપ અહલાવત (Jaideep Ahlawat)અને શાલિની પાંડે(Shalini Pandey) સાથે સ્ક્રીન પર જોવા મળશે. મહારાજ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે, આદિત્ય ચોપરાની YRF એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

નેટફ્લિક્સ ઈન્ડિયા(Netflix India)ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ મહારાજ ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, “એક વગદાર માણસ અને નિર્ભય પત્રકાર વચ્ચે સત્યની લડાઈ. સત્ય ઘટનાઓ પર આધારિત – મહારાજ 14 જૂને રિલીઝ થઈ રહી છે, ફક્ત નેટફ્લિક્સ પર!
નેટફ્લિક્સ ઈન્ડિયાના દ્વારા શેર કરવામાં આવેલા સિનોપ્સીસમાં લખવામાં આવ્યું છે કે, “આ વાત વર્ષ 1862ની, એ સમય જ્યારે ભારતમાં માત્ર ત્રણ યુનિવર્સિટીઓ હતી, રવીન્દ્રનાથ ટાગોર એક વર્ષના હતા અને 1857 ની સિપાહી વિદ્રોહ બાદ સ્વતંત્રતાની જ્વાળાઓ ફેલાઈ રહી હતી. તમામ મતભેદો સામે, એક વ્યક્તિ એક ઐતિહાસિક કાયદાકિત લડાઈમાં હિંમતભેર સ્ટેન્ડ લે છે, 160 વર્ષ બાદ આ સત્ય ઘટના મહારાજ ફિલ્મમાં રજુ કરવામાં આવશે.”

