Case Filed Against Tamil Actor Vijay: સાઉથના દિગ્ગજ સુપરસ્ટાર વિજય સામે મદુરાઈમાં એક ઈવેન્ટ દરમિયાન TVK workerને બાઉન્સરો દ્વારા બળજબરીથી ધક્કો મારીને નીચે પછાડ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિત સરથ કુમારે આરોપ લગાવ્યો છે કે, 20 ઓગસ્ટના રોજ મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમ (Tamilaga Vettri Kazhagam)ના બીજા રાજ્ય પરિષદ દરમિયાન તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમની છાતીમાં ઈજા પહોંચી હતી. સરથકુમારે પેરામ્બલુર એસપીની ઓફિસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ કુન્નમ પોલીસે વિજય અને તેના બાઉન્સરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વિજય અને અન્ય 10 લોકો સામે ફરિયાદ
તાજેતરમાં મદુરાઈ જિલ્લાના પારાપથીમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના બીજા રાજ્ય સમ્મેલનમાં એક્ટર વિજયે ભાગ લીધો હતો, હવે તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટીવીકેની રેલીમાં ભીડ સાથે કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં વિજય અને અન્ય 10 લોકો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સમ્મેલન દરમિયાન વિજયના બાઉન્સરોએ રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે કાર્યકર્તા શરથકુમારને બળજબરીથી ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા હતા અને તેમની છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી.
વિજયના બાઉન્સરોએ મારપીટ કર્યાનો આરોપ
ત્યારબાદ સરથકુમાર પોતાના સાથીદારો સાથે પેરામ્બલુર જિલ્લા પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે ગંભીર મામલોમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અહીં હાજર પત્રકારોને જણાવ્યું કે ટીવીકે ચીફ વિજયના બાઉન્સરોએ અમારી સાથે મારપીટ કરી, જેના પછી તેમને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. કાર્યકર્તાની ફરિયાદ પર કુન્નમ પોલીસે વિજય અને સુરક્ષા સ્ટાફ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ કાર્યક્રમ સ્થળ પર 1.5 લાખથી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં પાર્ટીના સ્થાપક નેતા વિજયની એક ઝલક જોવા માટે વહેલી સવારમાં ભીડ એકઠી થઈ ગઈ હતી.
બીજી એક વાયરલ ક્લિપમાં એક ચાહક વિજયનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે ખતરનાક રીતે રેલિંગ પર લટકી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ તેને નીચે આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ વિજય તેની પાસે ગયો અને મામલો શાંત કરાવ્યો.