Elvish Yadav Shooter Encounter: શુક્રવારે વહેલી સવારે એક એન્કાઉન્ટરમાં બાદ ઉત્તરપ્રદેશના ફરીદાબાદની પોલીસે એલ્વિશ યાદવના ઘરે 25 રાઉન્ડ ફાયરિંગ કરનારા આરોપી શૂટરનું એન્કાઉન્ટર કર્યું હતું. જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. પછી ફરીદાબાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી શૂટરની ધરપકડ કરી હતી.
કોણ છે આરોપી શૂટર?
પોલીસ સાથેની અથડામણ દરમિયાન બદમાશને પગમાં ગોળી વાગ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપીનું નામ ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
17 ઓગસ્ટના રોજ એલ્વિશના ઘરે ગોળીબાર થયો હતો
17 ઓગસ્ટ રવિવારની સવારે બે નકાબધારી હુમલાખોરોએ ગુરુગ્રામ સેક્ટર 57માં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરની બહાર બે ડઝનથી વધુ ગોળીઓ ચલાવી હતી. ગોળીબાર પછી ભાઉ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ પોસ્ટ કરીને હુમલાની જવાબદારી લીધી હતી. પોલીસે કહ્યું હતું કે એલ્વિશના ઘરે ગોળીબારની આ ઘટના સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી અને એલ્વિશ યાદવ તે સમયે ઘરે નહોતા. જોકે તેના પરિવારના કેટલાક સભ્યો ઘરે હતા, પરંતુ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.