Karnataka High Court On Kamal Haasan: કમલ હાસનની કન્નડ વિવાદમાં હાઈકોર્ટની કડક ટીકા અને ‘ઠગ લાઈફ’ની કર્ણાટકમાં રિલીઝ રોકાઈ

Arati Parmar
4 Min Read

Karnataka High Court On Kamal Haasan: કમલ હાસને કન્નડા ભાષા તમિલમાંથી જન્મી છે તેવાં વિધાન બદલ માફી માગવાનો ઈનકાર કરતાં તેની મણિ રત્નમનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કન્નડામાં રીલિઝ નહિ થાય. આ વિવાદ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યો હતો અને માફી માગવા કહ્યું હતું. જોકે, કમલ હાસને કહી દીધું હતું કે, કન્નડ ભાષા અંગે મારાં વિધાન સંદર્ભમાં ગેરસમજ થઈ છે. મેં ભૂલ કરી હોય તો હું માફી માગું પરંતુ ગેરસમજ માટે માફી માગવાની ન હોય. તેમણે કહ્યું કે, કળા પ્રતીક્ષા કરી શકે છે. હું માફી નહીં માગું અને હાલ આ ફિલ્મ કર્ણાટકમાં રીલિઝ પણ નહિ કરું.

Share This Article