વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે `ખેડૂતો મુલ્યવૃદ્ધિનો મહિમા સમજે’

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર)માં વિવિધ 61 પાકોની 109 જાત જારી કરતાં દેશના કિસાનો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી. આ નવી જાતો પર ચર્ચા કરવા સાથે વડાપ્રધાને ખેતીમાં મુલ્યવૃદ્ધિના મહત્ત્વ પર ભાર મૂકયો હતો. બાજરાનાં મહત્ત્વ પર ચર્ચા?કરતાં મોદીએ કહ્યું હતું કે, લોકો પૌષ્ટિક આહાર તરફ વળી રહ્યા છે.

modi with farmer

- Advertisement -

આ અવસરે વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીના લાભો અંગે પણ વાત કરતાં કહ્યં હતું કે, લોકો પણ સજીવ ખેતીની પેદાશોને ફાળવવા માંડયા છે, જે ઘણી સારી બાબત છે. મોદીએ આ નવી જાતો વિકસિત કરવા બદલ કૃષિ વૈજ્ઞાનિકોના વખાણ કર્યા?હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, બેકાર પડેલા પાકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કામ કર્યું છે. વડાપ્રધાન દ્વારા આજે જારી કરાયેલી 61 પાકની 109 જાતમાંથી 34 ખેતીની અને 27 બાગાયતી જાતો સામેલ છે. ખેતીમાં બાજરો, ચાય, શેરડી, કપાસ રેષા જેવી તેમજ બાગાયતમાં ફળો, શાકભાજી, મસાલા, ફૂલો તેમજ ઔષધીય પાકોની જાતો છે. આ પ્રસંગે કિસાનોએ જાગૃતિ ઊભી કરવાના પ્રયાસોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ભૂમિકાની ભારોભાર પ્રશંસા કરી હતી.

Share This Article