મુંબઈઃ મલ્ટિસ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ

Reena Brahmbhatt
2 Min Read

4 મિનિટ 45 સેકન્ડ લાંબા હિન્દી સિનેમાના ઈતિહાસમાં આ પહેલું ટ્રેલર છે.

મુંબઈ રોહિત શેટ્ટીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં 4 મિનિટ 45 સેકન્ડની લંબાઈ ધરાવતું આ પહેલું ટ્રેલર છે. અક્ષય કુમારનો કેમિયો છે. ડાયલોગ્સ અને રોમાંચક એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

- Advertisement -

sindham

સિંઘમ અગેઇન ફિલ્મની વાર્તા રામાયણ સાથે જોડાયેલી છે અને અજય દેવગન અને કરીના કપૂર પતિ-પત્ની છે. અજય દેવગન એટલે કે બાજીરાવ સિંઘમ કરીનાનો જીવ બચાવવા લંકા બાળવા જઈ રહ્યો છે. અર્જુન કપૂરને કળિયુગના રાવણ તરીકે દર્શાવવામાં આવ્યો છે. લેડી સિંઘમના રોલમાં દીપિકા પાદુકોણ શાનદાર લાગી રહી છે. સિમ્બાની ભૂમિકા રણવીર સિંહે ભજવી છે અને તે બાજીરાવ સિંઘમના ભક્ત હનુમાનની ભૂમિકા ભજવે છે. ટાઈગર શ્રોફ બાજીરાવ સિંઘમનો ફેન છે અને તે પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરના અંતમાં હેલિકોપ્ટરમાંથી અક્ષય કુમાર એટલે કે સૂર્યવંશીની દમદાર એન્ટ્રી બતાવવામાં આવી છે. 4 મિનિટ 45 સેકન્ડના આ ટ્રેલરમાં તમામ પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં ડિરેક્ટર રોહિત શેટ્ટી સ્ટાઈલ ફુલ એક્શન જોવા મળશે.

- Advertisement -

‘સિંઘમ અગેન’ 1 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે, દિવાળીના સમયે જ. આજે ફિલ્મના ટ્રેલર લોન્ચ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં રોહિત શેટ્ટી, અજય દેવગન, રણવીર સિંહ, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, રવિ કિશન હાજર રહ્યા હતા. દીપિકા પાદુકોણ ટ્રેલર લૉન્ચમાં હાજર રહી શકી ન હતી કારણ કે તે તાજેતરમાં માતા બની હતી.

Share This Article