કેદારનાથ, તા. 12 : ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. ગત બુધવારથી અવિરત વરસાદ અને ભૂસ્ખલનથી ગૌરીકુંડ-સોનપ્રયાગ વચ્ચેનો રસ્તો તૂટી જવાથી તેમજ પહાડો ઉપરથી મલબો પડવાથી ગૌરીકુંડ તથા કેદારનાથ ધામમાં પાંચ હજારથી વધુ યાત્રી ફસાયા છે.
મંગળવારે સાંજે પણ ગૌરીકુંડમાં બે હજારથી વધુ લોકો ફસાયા હતા. તેમને રહેવા માટે ગેસ્ટહાઉસ તથા સરકારી ધર્મશાળાઓ યાત્રીઓથી ભરાઇ જતાં મોટાભાગના યાત્રી અવિરત વરસાદ વચ્ચે બજાર, આવાસોના છપરાના ઓથારે રાત્રિ ગુજારવા મજબૂર બન્યા હતા.પરેશાન યાત્રીઓની મજબૂરીનો લાભ લઇ?ગેસ્ટહાઉસવાળાએ રૂમના ચાર ગણા તથા રેસ્ટોરેન્ટવાળાએ ડબલ ભાવ વસૂલ્યા હતા. વેપારીઓએ પાણી બોટલ એકના રૂા. 40 લીધા હતા. સંભવત: આજે વરસાદનું વિઘ્ન નહીં નડે તો માર્ગ મરંમત થઇ?ગયેથી યાતાયાત શરૂ?કરાશે, તેવી સુરક્ષા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.