Maithili Thakur BJP candidacy 2025: 25 વર્ષની મૈથિલી ઠાકુર BJP ટિકિટ મળે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ જાહેર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Maithili Thakur BJP candidacy 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર ફિલ્મ સ્ટાર અને સિંગર પર છે. થોડા દિવસ અગાઉ ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપમાં રિ-એન્ટ્રી થઈ. હવે જાણીતી સિંગર મૈથિલી ઠાકુર પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ભાજપ મોકો આપે તો જરૂર ચૂંટણી લડીશ: મૈથિલી

- Advertisement -

મૈથિલી ઠાકુરે કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી તેમને મોકો આપે તો તે જરૂર ચૂંટણી લડશે. મૈથિલીએ કહ્યું છે, કે ‘હું મારા ક્ષેત્રના લોકો માટે કામ કરવા માંગુ છું. દરભંગા અને મધુબની બંને મારા ઘર જેવા છે. જો ભાજપ મોકો આપે તો અલીનગર અથવા બેનીપટ્ટી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડીશ. બિહારના વિકાસ માટે હવે યુવાનોએ જ આગળ આવવું જોઈએ.’

ભાજપના નેતાઓ સાથે કરી હતી બેઠક

- Advertisement -

નોંધનીય છે કે ગઇકાલે જ મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નિત્યાનંદ રાય તથા ભાજપના પ્રભારી વિનોદ તાવડે સાથે બેઠક કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ હતી. વિનોદ તાવડેએ કહ્યું હતું કે 1995માં લાલુ યાદવના શાસનમાં મૈથિલી ઠાકુરના પરિવારે બિહાર છોડવું પડ્યું હતું. હવે બદલાતા બિહારમાં તેમનો પરત ફરવાનો સમય આવી ગયો છે.

નોંધનીય છે કે મૈથિલી ઠાકુરની હજુ આ વર્ષે જ 25 વર્ષની થઈ છે. તે મિથિલા સંસ્કૃતિના લોકગીત માટે જાણીતી છે અને સોશિયલ મીડિયામાં મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે.

- Advertisement -
Share This Article