PM Modi Mumbai attack remark: 2008ના મુંબઈ હુમલા પર પીએમ મોદીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર, કહ્યું – તે સમયે સરકારે આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

PM Modi Mumbai attack remark: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 વર્ષ પહેલા થયેલા આતંકી હુમલાની વાત કરતાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘મુંબઈ ભારતની આર્થિક રાજધાની હોવાની સાથે ભારતના વાઈબ્રન્ટ શહેરોમાનું એક છે. એટલા માટે વર્ષ 2008માં આતંકીઓએ મુંબઈ શહેર મોટા હુમલા માટે પસંદ કર્યુ હતુ. પરંતુ ત્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, તે આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી…’

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

- Advertisement -

વડાપ્રધાન મોદીના મતે, ‘તાજેતરમાં કોંગ્રેસ શાસનકાળમાં દેશના ગૃહમંત્રી રહી ચૂકેલા નેતાએ ખુલાસો કર્યો હતો કે, વર્ષ 2008માં મુંબઈ હુમલા બાદ આપણી સેના પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર હતી. પરંતુ અન્ય દેશના દબાણમાં કોંગ્રેસ સરકારે દેશની સેનાને પાકિસ્તાન સામે હુમલો કરવાથી રોક્યા હતા.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસે જણાવવું પડશે કે તે કોણ હતું જેણે વિદેશ દબાણમાં નિર્ણય કર્યો અને મુંબઈ-દેશની ભાવના સાથે ખિલવાડ કર્યો. અમારા માટે દેશ અને દેશવાસીઓની સુરક્ષાથી વિશેષ કાઈ નથી. આજનું ભારત દમદાર જવાબ આપે છે, ઘરમાં ઘુસીને મારે છે. જે ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ જોયું.’

મુંબઈ આંતરરાષ્ટ્રી એરપોર્ટનું ઉદ્ધાટન 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રી એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન પછી સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘મુંબઈને હવે પોતાનું બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે. એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબના સ્વરૂપે સ્થાપિત કરવામાં આ એરપોર્ટ મોટી ભૂમિકા નિભાવશે. આ નવા એરપોર્ટથી મહારાષ્ટ્રના ખેડૂતો યુરોપ અને પશ્ચિમ એશિયાની સુપરમાર્કેટ સાથે પણ જોડાઈ શકશે.’

 

કોંગ્રેસની પાર્ટીએ કેન્દ્ર સરકારને કર્યા આકરા સવાલો

આ પહેલા કોંગ્રેસની પાર્ટીએ કેન્દ્ર સરકારને આકરા સવાલો કર્યા. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ’30 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરાયેલી સૂચનામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, તૂર્કિયે અને ઈઝરાયલ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. જુઓ રાજદ્વારી વાતાવરણ કેટલી ઝડપથી બદલાય છે અને રાજદ્વારી અવરોધો કેટલી ઝડપથી વધે છે.’ કોંગ્રેસના મહાસચિવે બંને યુએસ સૂચનાઓની નકલો શેર કરતા કહ્યું કે, ‘આ ભારતની વિદેશ નીતિની નિષ્ફળતાની નિશાની છે.’

Share This Article