Indian Railways ticket reschedule: રેલવેનો મોટો ફેરફાર: હવે કન્ફર્મ ટિકિટની તારીખ ઓનલાઈન બદલાઈ શકશે, નહીં કપાય કેન્સલેશન ફી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Indian Railways ticket reschedule: ભારતીય રેલવે પ્રવાસીઓ માટે એક મોટો સુધાર લઈને આવી રહ્યું છે, જેના કારણે હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદોએ છે કે ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં.

એટલે કે, જો કોઈ કારણસર તમારી 20 નવેમ્બરની અમદાવાદની કન્ફર્મ ટિકિટનો પ્રવાસ 5 દિવસ લંબાય, તો નવી ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. તમે 20 નવેમ્બરની તમારી કન્ફર્મ ટિકિટને ઓનલાઈન રિ-શેડ્યુલ કરીને 25 નવેમ્બરના રોજ અમદાવાદ જઈ શકશો.

- Advertisement -

વર્તમાન વ્યવસ્થામાં ટૂર પ્લાન બદલાતા તમારે તમારી ટિકિટ રદ કરાવવી પડે છે અને પછી મુસાફરીની આગામી તારીખ માટે નવેસરથી ટિકિટ બુક કરાવવી પડે છે. આમાં, ટિકિટ રદ કરાવવાના પૈસા કપાઈ જાય છે. સાથે જ, આગામી તારીખે કન્ફર્મ ટિકિટ મળી જ જાય તેની પણ કોઈ ગેરંટી હોતી નથી.

Share This Article