કોલકાતામાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ?

Reena Brahmbhatt
2 Min Read

કોલકાતા: સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો મુદ્દો ચર્ચામાં છે. તેમજ દેશના ટ્રેઇની ડૉક્ટર પણ અલગ અલગ સ્થળોએ ટ્રેઇની ડૉક્ટરને ન્યાય અપાવવા અને તેમની સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે . તેવા સમયે કોલકાતામાં મહિલા સુરક્ષાને લઇને સવાલ ઉઠાવતી વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે નહીં પરંતુ બંગાળની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે બની છે.

માહિતી ખુદ પાયલ મુખર્જીએ આપી હતી

- Advertisement -

જેમાં કોલકાતામાં એક બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને મુક્કાથી કારનો કાચ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો. આ ઘટના શુક્રવારે સાંજે દક્ષિણ કોલકાતાના સધર્ન એવેન્યુ વિસ્તારમાં બની હતી. જેની માહિતી ખુદ પાયલ મુખર્જીએ આપી હતી.

payal mukherjee

- Advertisement -

બંગાળી અભિનેત્રી પર રસ્તા વચ્ચે હુમલો

અભિનેત્રીએ ઘટના દરમિયાન જ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને સમગ્ર ઘટનાને સંભળાવી. એક્ટ્રેસની કાર પર હુમલો કરતી વખતે હુમલાખોરે કાચ તોડી નાખ્યો. જેના કારણે પાયલ ડરી ગઇ અને રડવા લાગી. પાયલે સોશિયલ મીડિયા પર આ ભયાનક ઘટનાની ઝલક બતાવી. વીડિયોમાં પાયલ આઘાતજનક અનુભવને યાદ કરતી વખતે આંસુ લૂછતી જોઈ શકાય છે. તેણે કહ્યું કે આ અચાનક હુમલાથી તે ચોંકી ગઇ હતી. ઘટના સ્થળની તસ્વીરોમાં તેની કારની બારીના તૂટેલા કાચ પણ દેખાય છે. આ સાથે અભિનેત્રીએ હુમલાખોરની બાઇકની વિગતો પણ શેર કરી છે.

- Advertisement -
Share This Article