Star Kids Net Worth: આર્યન ખાન 80 કરોડની નેટવર્થ સાથે બોલિવૂડના સ્ટાર કિડ્સમાં આગળ

Arati Parmar
4 Min Read

Star Kids Net Worth: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ‘બેડ્સ ઑફ બોલિવૂડ’ (Beds of Bollywood) સાથે ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. આ વેબ સીરિઝ 18 સપ્ટેમ્બરે OTT પર રિલીઝ થઈ છે અને તેના ડિરેક્શનની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આર્યન માત્ર સૌથી લોકપ્રિય સ્ટાર કિડ જ નથી, પણ સૌથી ધનિક પણ છે. એવામાં જાણીએ કે સંપત્તિ (નેટવર્થ)ના મામલામાં તે કયા-કયા સ્ટાર કિડ્સથી આગળ છે.

આર્યન ખાનની નેટવર્થ કેટલી છે?

- Advertisement -

13 નવેમ્બર, 1997ના રોજ જન્મેલો આર્યને મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ, તે લંડનની સેવનઓક્સ સ્કૂલ અને પછી યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા સ્કૂલ ઑફ સિનેમેટિક આર્ટ્સમાંથી અભ્યાસ કર્યો. તેણે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે તેને અભિનય નહીં, પણ કેમેરા પાછળ રહીને વાર્તા કહેવી ગમે છે. પોતાના પિતાની જેમ અભિનયમાં કારકિર્દી બનાવવાની જગ્યાએ, તેણે ‘બેડ્સ ઑફ બોલિવૂડ’ સાથે ડિરેક્ટર તરીકે શરૂઆત કરી. આ ઉપરાંત, તે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.

Share This Article