તેમની બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
શરણ શર્મા દિગ્દર્શિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 31 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તેમની બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ની કમાણી ચોથા દિવસે એટલે કે સોમવારે જાહેર કરવામાં આવી છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે સોમવારે 2.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે 6.85 કરોડનો બિઝનેસ કર્યો હતો. શનિવારે બીજા દિવસે ફિલ્મે 4.65 કરોડનું કલેક્શન કર્યું છે. ત્રીજા દિવસે એટલે કે રવિવારે 5.50 કરોડનો બિઝનેસ થયો હતો. આ રીતે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 19 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.
‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. શરણ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક પ્રેમ કહાની પર આધારિત છે. રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરને ક્રિકેટ પ્રેમીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેઓ પતિ-પત્નીની ભૂમિકા ભજવે છે. રાજકુમાર રાવ અને જાન્હવી કપૂર બીજી વખત સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલા બંને ફિલ્મ ‘રુહી’માં જોવા મળ્યા હતા. રાજકુમાર રાવ અને જાહ્નવીની ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ તેમની કેમિસ્ટ્રી હિટ રહી હતી.

