ફિલ્મ ‘મુંજ્યા’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે

Reena Brahmbhatt
2 Min Read

ફિલ્મે ચાર દિવસમાં જોરદાર કલેક્શન કર્યું છે.

7 જૂન, શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘મુંજ્યા’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે, જેના પરિણામે ફિલ્મે ચાર દિવસમાં જોરદાર કલેક્શન કર્યું છે. શુક્રવાર અને વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર સારી કમાણી કરનાર ફિલ્મ ‘મુંજ્યા’ના બીજા રવિવારે એટલે કે 10મા દિવસેના આંકડા સામે આવ્યા છે.

- Advertisement -

10 દિવસમાં ‘મુંજ્યા’ની કમાણી

મુંજ્યાએ રિલીઝના પહેલા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે બીજા દિવસે 7.25 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 8 કરોડ રૂપિયા, ચોથા દિવસે 4 કરોડ રૂપિયા, પાંચમાં દિવસે 4.15 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 4 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 3.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

- Advertisement -

Munjya 1 2

મુંજ્યાએ એક સપ્તાહમાં 35.3 કરોડ, બીજા શુક્રવારે 3.5 કરોડ અને શનિવારે 6.5 કરોડનું કલેક્શન કર્યું હતું. સકનીલકના ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, મુંજ્યાએ રિલીઝના બીજા રવિવારે એટલે કે 10મા દિવસે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મ ‘મુંજ્યા’નું કુલ કલેક્શન 53.80 કરોડ રૂપિયા થઈ ગયું છે.

- Advertisement -

ફિલ્મની વાર્તા કોંકણમાં લોકપ્રિય મુંજ્યાની દંતકથા પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ કોંકણમાં થયું છે. આ હિન્દી ફિલ્મમાં સુહાસ જોશી, અજય પુલીકર, ભાગ્યશ્રી લિમયે, શ્રુતિ મરાઠેની સાથે શર્વરી વાળા, અભય વર્મા, મોના સિંહ છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોતદારે કર્યું છે.

‘સ્ત્રી’, ‘રૂહી’ અને ‘ભેડિયા’ પછી ‘મુંજ્યા’ મેડોકની અલૌકિક બ્રહ્માંડમાં ચોથી ફિલ્મ છે. ફિલ્મ મુંજ્યાની વાર્તાની આસપાસ ફરે છે. આ ફિલ્મ કોંકણની લોકકથા પર આધારિત છે.

Share This Article