‘રામાયણ’ના ‘હનુમાન’ દારા સિંહ પર ફિલ્મ બનાવી રહ્યો છે આ ફેમસ એક્ટર, દીકરાને આપી રહ્યો છે લીડ રોલ

Reena Brahmbhatt
3 Min Read

વિંદુ દારા સિંહ તેના પિતા અને પ્રખ્યાત અભિનેતા અને કુસ્તીબાજ દારા સિંહની બાયોપિક પર કામ કરી રહ્યો છે. પરદા પર તેના પિતાનું પાત્ર તેનો પુત્ર ફતેહ ભજવવા જઈ રહ્યો છે.1987માં આવેલી રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’એ દર્શકોના દિલ પર એક અમીટ છાપ છોડી હતી. આજે પણ લોકો આ ધાર્મિક સીરિયલને ખૂબ જ જુસ્સા સાથે જોવાનું પસંદ કરે છે. આજે પણ તેની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી.રામાયણે અનેક કલાકારોને વિશેષ ઓળખ આપી હતી. ભગવાન શ્રી રામ, માતા સીતાના પાત્રમાં દેખાયેલા દીપિકા ચીખલીયા, લક્ષ્મણજીના પાત્રમાં જોવા મળેલા સુનિલ લાહિરી અને રાવણના પાત્રમાં પ્રાણ ફૂંકનાર અરવિંદ ત્રિવેદીને દર્શકોએ અપાર પ્રેમ આપ્યો હતો.સાથે જ હનુમાનજીનું પાત્ર ભજવનાર દિવંગત અભિનેતા દારા સિંહે પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. દારા સિંહને હનુમાનજીનું પાત્ર ભજવીને વિશેષ ઓળખ મળી. દારા સિંહ હવે આ દુનિયામાં નથી. પરંતુ હવે અભિનેતાના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેમનુ પાત્ર તેમનો પૌત્ર નિભાવવા જઈ રહ્યો છે
Vindu Dara Singh with his father Dara Singh

દારા સિંહ એક શાનદાર એક્ટર હતા અને તે પહેલા તેઓ એક મજબૂત રેસલર પણ હતા. દારા સિંહે પોતાના જીવનમાં 500 કુસ્તી લડી હતી અને તે તમામમાં જીત મેળવી હતી. સાથે જ મોટા પડદા પર પણ તેનો દબદબો રહ્યો હતો. હવે તેમના જીવનને મોટા પડદા પર લાવવાનું કામ ચાલી રહ્યું છે. આની જવાબદારી તેમના પુત્ર અને અભિનેતા વિંદુ દારા સિંહે લીધી છે.હાલમાં જ વિંદુ દારા સિંહે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાના દિવંગત પિતા પર બાયોપિક બનાવવા જઇ રહ્યો છે. આમાં તેમનો પુત્ર અને દારા સિંહનો પૌત્ર ફતેહ મુખ્ય રોલ કરવાનો છે. વિંદુએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે મારો પુત્ર ફતેહ તેના પિતાના રોલ માટે પરફેક્ટ લાગે છે.
Vindu Dara Singh Childhood pictures 1

- Advertisement -

વિંદુ દારા સિંહે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમારી પાસે સ્ક્રિપ્ટ છે જે ફતાહને પણ ગમી છે. તે પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ખૂબ જ ખાસ છે અને અમે તેને એ પણ મનાવી લીધું છે કે તેના માટે તેના દાદાની બાયોપિક ફિલ્મ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.કુસ્તીના અખાડા પર પોતાની છાપ છોડીને રૂપેરી પડદે પહોંચનાર દારા સિંહનું 12 જુલાઈ, 2012ના રોજ અવસાન થયું હતું.
Screenshot 2024 06 16 211337

આ પીઢ અભિનેતા અને કુસ્તીબાજે 83 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.પિતાના રસ્તે ચાલીને વિંદુએ બોલીવૂડમાં પણ કારકિર્દી બનાવી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ એક અભિનેતા તરીકે તેને સફળતા મળી શકી નહીં. પરંતુ તેને રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળ્યા. તેણે તેની ત્રીજી સિઝનમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, અભિનેતા બિગ બોસ 3 નો વિનર પણ બન્યા હતા

- Advertisement -
Share This Article