તાળાવાળી કબરની તસવીર પાકિસ્તાનની નથી, તો પછી ક્યાંની છે?
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક કબરની તસવીર વાયરલ થઈ રહી હતી. કબર પર તાળું દેખાતું હતું. આ વાયરલ તસવીર સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાકિસ્તાનની કબર છે. ત્યાંના લોકો પોતાની બહેન-દીકરીઓને બળાત્કારથી બચાવવા માટે તેમની કબરોને તાળા મારી રહ્યા છે. જોકે, આ સમાચારની તપાસ કરવામાં આવી તો સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું.
પાકિસ્તાનને હતાશ સમાજ કહ્યો
આ ફોટો મૂળ લેખક હરિસ સુલ્તાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો, જે પછી તે વાયરલ થયો હતો. તેમાં તેણે કટ્ટરપંથી ઈસ્લામવાદી વિચારધારાને આવા કાર્યો કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેના ટ્વીટમાં, તેણે તાળાઓ સાથે કબરનો ફોટો શેર કર્યો અને પાકિસ્તાન પર ‘સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ સોસાયટી’ બનાવવાનો આરોપ લગાવ્યો.
ટ્વિટર હેન્ડલ @Delhiiteએ દાવો કર્યો છે કે કબર પાકિસ્તાનની નથી પરંતુ ભારતની છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લીલી ગ્રીલવાળી આ તસવીર ભારતના તેલંગાણા રાજ્યમાં સ્થિત હૈદરાબાદ શહેરની છે. તેમણે સ્થાનિક લોકોને ટાંકીને કહ્યું કે કબરો પર આ ગ્રીલ અને તાળાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના જૂની કબરોમાં મૃતદેહોને દફનાવી ન શકે. કબર એક વૃદ્ધ મહિલાની હતી જેના પુત્રએ ગ્રીલ લગાવી હતી.
તે જ સમયે, AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેણે દાવો કર્યો હતો કે આ કબર વાસ્તવમાં હૈદરાબાદની છે અને તેના પર લાગેલા નેટ અને તાળાઓની વાસ્તવિકતા કંઈક બીજી છે.
જૂની ટ્વિટ કાઢી નાખી
આ ફોટોનું સત્ય સામે આવ્યા બાદ રાઈટર હરિસ સુલતાને કહ્યું કે તે પોતાની પહેલાની ટ્વીટ ડિલીટ કરી નાખી હતી.
આ મામલો 12 વર્ષ પહેલા સામે આવ્યો હતો
2011 માં પાકિસ્તાનમાં નેક્રોફિલિયાનો એક કેસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે કરાચીના નોર્થ નાઝિમાબાદના મુહમ્મદ રિઝવાન નામના કબ્રસ્તાન રક્ષકની 48 મૃતદેહો પર બળાત્કાર કર્યાની કબૂલાત કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
