ભાજપના વડોદરા શહેર પ્રમુખ માનનીય ડો વિજયભાઈ શાહના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલની પ્રતિક્રિયા

Reena Brahmbhatt
2 Min Read

જય હિંદ,

ગઈકાલે એક રાજકીય સભામાં ભાજપના વડોદરા શહેર પ્રમુખ માનનીય ડો વિજયભાઈ શાહ કહે છે કે ભાજપને વડોદરામાં કોઈ પણ ચૂંટણીમાં
જે બૂથ પરથી વોટ ઓછા મળે છે તે વિસ્તારમાં વિકાસ ઓછો અથવા નહિવત થવો જોઈએ અને ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા બજેટમાં મળેલી ગ્રાન્ટ
પણ ના વાપરવી જોઈએ,

- Advertisement -

લાગે છે ભાજપે વડોદરા અને ગુજરાતના મતદારોને ઘભરાવાનું શરુ કર્યું છે, વડોદરા અને ગુજરાતના મતદારોમાં એક ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ થઇ
રહી છે, આમ તો આખું વડોદરા શહેર વિકાસથી વંચિત રહ્યું છે પરંતુ, જેની પુષ્ટિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલજી એ પણ
વડોદરા કેમ વિકાસ થી વંચિત રહ્યું એવી થોડા સમય પહેલા વડોદરામાં આવી ટિપ્પણી કરી હતી,

vadodara municipal corporation

- Advertisement -

લાગે છે ભાજપ જે રીતે લોકસભામાં 303 સીટો પરથી 240 સીટો પાર સમેટાઈ ગઈ અને બહુમતીથી વંચિત રહી એનું આ frustration દર્શાવી રહ્યું છે અથવા
આ સાચી ભાજપની નીતિ છે વોટબેન્કનું રાજકારણ, જ્યાં ભાજપને મત નહિ ત્યાં વિકાસ નહિ આવી ભાજપની નીતિ એ ભાજપના DNAમાં ઘર કરી ગઈ છે.

સારું છે એમ નથી બોલતા કે જે ઘર ભાજપને મત નહિ આપે એના ગેસ, વીજળી અને પાણીના કનેકશન કપાઈ જશે, પરંતુ ભાજપના શાશકો એ વાત યાદ રાખે
કે આગામી 2026માં વડોદરા અને ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે જો તમારો અહંકાર આવોજ રહેશે તો વડોદરા માં પણ “અયોધ્યાવાળી” થશે
અને વડોદરાની જનતા ભાજપને ધોબી પછાડ આપશે. આખા ભારતના ભાજપના નેતાઓના આ લોકસભાના પરિણામોમાં અહંકાર તૂટી ગયો પરંતુ હજુ વડોદરા અને ગુજરાત ના ભાજપના શાશકોનો અહંકાર અને તાનાશાહી ચરમસીમા પર છે.

- Advertisement -

ગુજરાત કોંગ્રેસ આ શબ્દોને સખત રીતે વખોડે છે અને હંમેશા વડોદરા અને ગુજરાતના મતદારો અને જનતા સાથે ખડે પગે ઉભી છે ભલે એ કોંગ્રેસને મત આપે કે ના આપે કેમકે કોંગ્રેસ ક્યારે પણ વોટબેન્કની રાજનીતિ નથી કરતી,
લોકશાહીમાં તમામને પોતાના વિસ્તારના વિકાસનો હક છે, જે કોઈ છીનવી ના શકે.

આભાર સહ,
નિશાંત રાવલ
પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
17-6-24

Share This Article