ACMA President: ACMAમાં નવી નેતાગીરીની શરૂઆત, પુરવ શાહ પ્રમુખ અને સંજય પટોલિયા સચિવ તરીકે ચૂંટાયા

Arati Parmar
2 Min Read

ACMA President: ACMAમાં નવી નેતાગીરીની શરૂઆત, પુરવ શાહ પ્રમુખ અને સંજય પટોલિયા સચિવ તરીકે ચૂંટાયા

અમદાવાદ, 18 ઓગસ્ટ 2026: અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)નું 18 ઓગસ્ટે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાથે એસોસિએશનની વર્ષ 2026-28 માટેની નવી કાર્યકારી ટીમની શરૂઆત થઈ છે.

- Advertisement -

AGM દરમિયાન પુરવ શાહ (Purav Shah)ને ACMAના નવા પ્રમુખ (President) તરીકે જ્યારે સંજય પટોલિયા (Sanjay Patolia)ને સચિવ (Secretary) તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ACMA સાથે હાલમાં 600થી વધુ IT અને Surveillance Partners જોડાયેલા છે. ગુજરાતની અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓમાં સ્થાન ધરાવતી ACMA IT અને Surveillance ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ, ટેક્નોલોજી કંપનીઓ અને અન્ય Stakeholdersને એક મંચ પર લાવીને Unity, Collaboration, Empowerment અને Collective Growthને પ્રોત્સાહન આપે છે.

- Advertisement -

2026-28 માટે નવી પ્રાથમિકતાઓ

નવી નેતાગીરી હેઠળ ACMA સભ્યો માટે નવા બિઝનેસ અવસર (Business Opportunities) ઊભા કરવા અને ઉદ્યોગ સાથેનું સહયોગ વધારવા પર ભાર મૂકશે.

- Advertisement -

આ ઉપરાંત National-Level Technology Expoનું આયોજન કરવાની યોજના છે, જેમાં વિવિધ Technology Brands, Distributors, System Integrators અને IT Professionals ભાગ લેશે.

સભ્યોના જ્ઞાન અને કૌશલ્યને અપગ્રેડ કરવા માટે AI, Cybersecurity, Cloud, Networking, Surveillance, IoT અને Digital Transformation જેવા વિષયો પર Workshops, Seminars અને Expert Sessions યોજાશે.

ACMA દ્વારા Emerging Technologies અને Innovation માટે વિશેષ Forums પણ શરૂ કરવામાં આવશે. નવી Executive Committeeનું લક્ષ્ય ગુજરાતના IT અને Surveillance Ecosystemને વધુ મજબૂત બનાવીને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાનું છે.

Share This Article