B.Z. CID Raids On The Group : ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ પર CIDની રેડ: FD ડબલ કરવાની લાલચ સાથે 6,000 કરોડ ઉઘરાવ્યા, CEO ઝાલા અને એજન્ટો ફરાર

Arati Parmar
1 Min Read

સાબરકાંઠા, બુધવાર
B.Z. CID Raids On The Group : ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રોકાણકારોને આકર્ષી તગડું વ્યાજ અને લાલચ આપી રોકાણ કરાવતી ખાનગી ઓફિસો પર CID ક્રાઈમની ટીમે મંગળવારે એક સાથે દરોડા પાડ્યા હતા. આ કંપની BZ ફાઈનાન્સિયલ સર્વિસીસ દ્વારા 3 વર્ષમાં ફિકસ ડિપોઝિટને ડબલ કરી આપવાનો વાયદો કરીને અને માસિક 7% વ્યાજની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ. 6,000 કરોડ ઉઘરાવ્યાં હતા.

સરકારની તપાસમાં, BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત તેમના એજન્ટો વચ્ચે છેડછાડ થઇ હતી, અને તેઓ આ કામગીરી બાદ ફરાર થઇ ગયા હતા. CIDને 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડના ટ્રાન્જેક્શ મળ્યું છે.

- Advertisement -

જવાબદારો સાથે બીઝેડ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કીમના નામે શરૂ કરવામાં આવેલી આ બોગસ યોજનાને લઈને CID દ્વારા વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હિંમતનગર, ગાંધીનગર, વડોદરા, તથા અન્ય સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો અને રૂ. 20 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.

આ ઘટનાના પગલે, મોટાભાગે વિધાનસભાના કર્મચારીઓ, શિક્ષકો અને ખેડૂતો જેવા રોકાણકારો ચિંતામાં મૂકાયા છે. CID ટીમ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટોને ઝડપવા માટે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -

 

 

- Advertisement -
Share This Article