Gujarat IAS Transfers: ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી, રાજકીય ગણિત કે વહીવટી જરૂરિયાત? વિશ્લેષણ

Arati Parmar
3 Min Read

Gujarat IAS Transfers: 100+ IAS ની બદલી ક્યારેય “માત્ર વહીવટી કારણ” થી નથી થતી. ચૂંટણીના 6-7 મહિના પહેલા થાય એટલે 100% રાજકીય ગણતરી હોય જ.

1. ચૂંટણી મેનેજમેન્ટ એંગલ – સૌથી મોટો
2027 ની વિધાનસભા નજીક હતી.

- Advertisement -

કલેક્ટર = જિલ્લાનો રાજા હોય. એના હાથમાં ચૂંટણી, કાયદો-વ્યવસ્થા, સરકારી યોજના બધું હોય.

ગણતરી: જે જિલ્લામાં ભાજપ નબળો હતો ત્યાં “પોતાના માણસ” મુકવા. અને જે જિલ્લામાં અધિકારી અને સ્થાનિક નેતા વચ્ચે બાખડો હતો એને હટાવવા.

- Advertisement -

ફાયદો: ભાજપ ને – ગ્રાઉન્ડ લેવલ પર યોજના ફાસ્ટ પહોંચાડવા

લોસ: જે IAS હટ્યા એમને – અને વિપક્ષને – કારણ કે નવા અધિકારી સાથે સેટિંગ ફરીથી કરવી પડે

- Advertisement -

સચિવાલયમાં ગણગણાટ હતો કે આટલી મોટી બદલીમાં

ભલામણનું રાજ ચાલ્યું હતું.

કેવી રીતે?
મંત્રીની ભલામણ → મુખ્યમંત્રી ઓફિસ → GAD → યાદી
રૂપવંત સિંઘ ને GMDC થી સીધા સ્ટેટ ટેક્સ ચીફ બનાવ્યા. આલોક પાંડે ને Tribal Development જેવો મોટો વિભાગ આપ્યો. આ પોસ્ટ “પ્રતિષ્ઠા + પાવર” વાળી છે.

કોને ફાયદો: જે IAS ની રાજકીય પક્કડ મજબૂત હતી એમને મહત્વની પોસ્ટ મળી
કોને લોસ: જે પ્રમાણિક પણ “સેટિંગ વગરના” હતા એમને સાઈડ પોસ્ટ મળી

3. જાતિ + પ્રદેશ બેલેન્સ એંગલ
ગુજરાતમાં બદલી વખતે હંમેશા પાટીદાર, ઓબીસી, આદિવાસી બેલેન્સ જોવાય છે.
આદિજાતિ વિકાસ વિભાગમાં આલોક પાંડે ની નિમણૂક, અને આદિવાસી પટ્ટાના કલેક્ટરની બદલી… આ બધું 2027 માં આદિવાસી વોટ ટાર્ગેટ કરવા માટે હતું.

ફાયદો: ભાજપ ને – આદિવાસી/ઓબીસી વોટ બેંક મજબૂત કરવા
લોસ: કોંગ્રેસ/આપ ને – કારણ કે એમનો પરંપરાગત વોટર બેઝ હલી જાય

4. IPS સાથેની કનેક્ટેડ ગેમ
રિપોર્ટમાં લખ્યું હતું કે DGP ત્રિકમ છાંગા અને હર્ષ સંઘવી ના નામ ચર્ચામાં હતા. અને રથયાત્રા બાદ 60+ IPS ની બદલી થવાની હતી.

ગણતરી: IAS + IPS ની બદલી સાથે થાય એટલે “જિલ્લા કલેક્ટર + SP” ની જોડી સરકારના હિસાબે સેટ થઈ જાય. કાયદો-વ્યવસ્થા અને ચૂંટણી બંને કંટ્રોલમાં રહે.

કોને ફાયદો: સરકાર ને – ફુલ કંટ્રોલ

કોને લોસ: જે અધિકારી “ઓવર સ્માર્ટ” બનીને રાજકારણીઓને સાંભળતા ન હતા એમને

સારાંશમાં: કોણ જીત્યું કોણ હાર્યું?
*પક્ષ* *ફાયદો* *લોસ*

*સરકાર / ભાજપ* પોતાના વિશ્વાસુ અધિકારીઓને મહત્વની જગ્યા. ચૂંટણી પહેલા વહીવટ કબ્જામાં “કટકી” ના આક્ષેપથી ઈમેજ ખરાબ
*
IAS લોબી* નવી પોસ્ટ, પ્રમોશન સેટિંગ વગર વાળાને સાઈડલાઈન
*
વિપક્ષ* સરકારને ઘેરવાનો મુદ્દો મળ્યો ગ્રાઉન્ડ પર નવા અધિકારી સાથે સેટિંગ કરવી પડશે

જનતા* નવા અધિકારીથી કામ ઝડપી થવાની આશા બદલી-બદલીથી ફાઈલ અટકે
: આ બદલી 80% રાજકારણ + 20% વહીવટ હતી.
CM નો કાફલો વરસાદમાં ફસાયો એટલે પણ તંત્રને “ઝટકો” આપવા માટે આ બદલી કરવામાં આવી હતી.

Share This Article