Bhupendra Patel Canada: CM ભૂપેન્દ્ર પટેલે ટોરોન્ટોમાં ઉદ્યોગજગત સાથે કરી ચર્ચા, ગુજરાતમાં રોકાણ માટે આપ્યું આમંત્રણ

Arati Parmar
3 Min Read

Bhupendra Patel Canada: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે કેનેડામાં ગુજરાત સરકારની કવાયત, ટોરોન્ટોમાં રોકાણ અને ભાગીદારી અંગે બેઠકો

Bhupendra Patel Canada: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027ના સંદર્ભમાં યુએસ-કેનેડાના પ્રવાસે ગયેલા ગુજરાત પ્રતિનિધિમંડળની ટોરોન્ટો યાત્રાના બીજા દિવસે મંગળવારે બે રાઉન્ડ ટેબલ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાઉન્ડ ટેબલ બેઠકોની શ્રેણીમાં ટાઈ ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સના આશરે 30 પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

- Advertisement -

તેમણે સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સ, ઉદ્યોગસાહસિકો અને ટાઈના સભ્યો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગ્લોબલી કોમ્પિટિટિવ ઇનોવેશન અને ઇકોનોમી બનાવવાના ભવિષ્યલક્ષી વિઝન અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે, તે સંદર્ભમાં ખાસ કરીને ટેક્નોલોજી, પબ્લિક પોલિસીઝ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ફિનટેકના ક્ષેત્રોમાં કેનેડિયન ઉદ્યોગો અને ગુજરાતના આ ક્ષેત્રોના ઉદ્યોગો વચ્ચે સહયોગ અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી.

- Advertisement -

આ ઉપરાંત, રાજ્યની મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલિસીઝ અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અંગે પણ ટાઈના સભ્યોને માહિતી આપવામાં આવી હતી.

ટાઈ ટોરોન્ટોની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી અને કેનેડા સરકાર તથા ઉદ્યોગજગતને વિશ્વભરના સફળ કેનેડિયન ઉદ્યોગસાહસિકો સાથે જોડતા સેતુરૂપ કાર્ય કરવાનો હેતુ ટાઈ ધરાવે છે.

- Advertisement -

સોફ્ટવેર, હાર્ડવેર, હેલ્થકેર, બાયોટેક, મીડિયા, ટેલિકોમ, આઈટી સર્વિસિસ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જેવા વિવિધ ક્ષેત્રોના લોકો ટાઈના સભ્યો છે.

ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નિષ્ણાતો અને ઉદ્યોગના અગ્રણી લોકો પરસ્પર જોડાઈને નોલેજ એન્ડ એક્સપિરિયન્સ શેરિંગ સાથે કોન્ટેક્ટ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ માટે ટાઈના માધ્યમથી કાર્યરત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સભ્યો સાથેની ચર્ચા-પરામર્શ દરમિયાન આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 પહેલાં ગુજરાતમાં રોકાણ, ઇનોવેશન અને સ્કેલિંગ માટે તકો શોધવા આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત એક અન્ય રાઉન્ડ ટેબલ અંતર્ગત કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સાથે યોજાયેલી બેઠકમાં CHCC દ્વારા વાઇબ્રન્ટ સમિટ-2027માં સહભાગિતા માટે દર્શાવવામાં આવેલી ઉત્સુકતાની પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપેક્ષા વ્યક્ત કરી હતી કે તેના પરિણામે B2B જોડાણ, રોકાણ અને ભાગીદારીના જે નવા માર્ગો ખુલશે, તે કેનેડા-ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.

આ રાઉન્ડ ટેબલ બેઠકમાં મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તથા ગુજરાત પ્રતિનિધિમંડળના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

Share This Article