Bhupendra Patels 5 years: ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ, 19 નીતિઓથી ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા

Arati Parmar
6 Min Read

Bhupendra Patels 5 years: 13 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કરીને નાગરિકોના કલ્યાણમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું 4.08 લાખ કરોડ રૂપિયાનું બજેટ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂરિયાતોને અનુરૂપ કરવામાં આવેલા વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. આ પાંચ વર્ષની યાત્રા માત્ર આંકડાકીય સિદ્ધિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ‘વિકસિત ગુજરાત’ અને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે રોડમેપ બની છે.

Contents

19 નીતિઓ દ્વારા ભવિષ્યના ક્ષેત્રો માટે મજબૂત પાયાનું નિર્માણ

રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 19 મહત્વપૂર્ણ નીતિઓ લાગુ કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, શિપબિલ્ડિંગ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપતી આ નીતિઓના કારણે ગુજરાતે ઉભરતા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કર્યું છે.

- Advertisement -

પ્રાદેશિક વિકાસને ગતિ : VGRCમાં 17.4 લાખ કરોડ રૂપિયાના MOU

વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક વિકાસને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ચાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચારેય કોન્ફરન્સમાં કુલ 17.4 લાખ કરોડ રૂપિયાના રોકાણ માટે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પ્રાદેશિક સ્તરે રોકાણ અને રોજગારની તકો વધારવા માટે ગુજરાત દ્વારા કરવામાં આવેલી આ પહેલના પરિણામે રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ મજબૂતી મળી છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની મોટી સિદ્ધિ : 6 પ્લાન્ટ મંજૂર, 3 કાર્યરત

ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. રાજ્યમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટમાં કમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. સેમિકન્ડક્ટરથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સુધીના ક્ષેત્રોમાં ગુજરાત ભવિષ્યની ટેક્નોલોજી આધારિત અર્થવ્યવસ્થા માટે પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.

- Advertisement -

UCCથી વહીવટી સુધારા સુધી : ગુજરાતમાં સુશાસન મજબૂત બન્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક પસાર કરવામાં આવ્યું છે, જે સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને વધુ મજબૂત કરે છે. આ ઉપરાંત, નાગરિક સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે અનેક વહીવટી સુધારા લાગુ કરવામાં આવ્યા છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ના માધ્યમથી સરકારી સેવાઓને પેપરલેસ, કૅશલેસ અને ફેસલેસ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.

‘GRIT’ અને ‘GARC’ સાથે ગવર્નન્સ 2.0 તરફ આગળ વધી રહ્યું ગુજરાત

નીતિ આયોગની તર્જ પર ‘ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT)ની રચના કરવામાં આવી છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારા આયોગ (GARC)ની પણ રચના કરવામાં આવી છે. આ વિકાસલક્ષી અને દૂરંદેશી પહેલો દ્વારા ડેટા આધારિત નીતિ નિર્માણ, કાર્યક્ષમ વહીવટ અને પરિણામલક્ષી શાસનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

- Advertisement -

વડાપ્રધાનના વિઝન અનુસાર ગુજરાતે તૈયાર કર્યો ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝન અનુસાર ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ લાંબા ગાળાના વિઝન દ્વારા ગુજરાતને આર્થિક રીતે સક્ષમ, ટેક્નોલોજીથી સજ્જ અને સર્વસમાવેશી વિકાસ ધરાવતા મજબૂત રાજ્ય તરીકે વિકસાવવાની દિશા નક્કી કરવામાં આવી છે.

શહેરી વિકાસને પ્રાથમિકતા : વર્ષ 2025 ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવાયું

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શહેરી વિકાસના વિઝનને આગળ વધારતાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યનાં શહેરોને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવા માટે આધુનિક અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી પરિવહન, સુવિધાઓ અને નાગરિક સેવાઓમાં સુધારા સાથે શહેરોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ એટલે કે જીવનની સરળતા વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે.

યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓ

યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. રાજ્યની દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરવામાં આવી છે. ધોરણ 11-12માં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ લાગુ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાનાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો મળે તે માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ તેમજ ગર્ભવતી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે ‘નમો શ્રી યોજના’ લાગુ કરવામાં આવી છે.

મહેસૂલ સુધારાઓથી નાગરિક સેવાઓ ઝડપી બની

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકો માટે સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા અને સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ મહેસૂલ સુધારા લાગુ કરવામાં આવ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગ અને પ્રક્રિયાઓને સરળ બનાવીને નાગરિક કેન્દ્રિત વહીવટને વધુ મજબૂત કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સફળ આયોજનથી વૈશ્વિક મંચ પર ગુજરાતની પ્રતિષ્ઠા વધી

ગુજરાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન G-20 બેઠકો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST) 2024 જેવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે. આ કાર્યક્રમોએ વૈશ્વિક રોકાણ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતની વધતી ભૂમિકાને વધુ મજબૂત કરી છે. હવે ગુજરાત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે પણ તૈયાર છે.

રિન્યુએબલ એનર્જીથી AI સુધી : ભવિષ્યના ક્ષેત્રોમાં અગ્રણી બની રહ્યું ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રણી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉદ્યોગ, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ, સ્વાસ્થ્ય, શહેરી વિકાસ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા સર્વાંગી વિકાસને કારણે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાંગી વિકાસનું એક નવું પ્રકરણ લખ્યું છે.

Share This Article