Congress Demands To Change Banaskantha SP: ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની, રાજસ્થાન અને એમપીથી જંગી દારૂ સપ્લાય, બનાસકાંઠાના SPની બદલીની માંગ ઉઠી

Arati Parmar
1 Min Read

Congress Demands To Change Banaskantha SP: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે. બુટલેગરો બેફામ બન્યા છે. રહેમ નજર હેઠળ આજે પણ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ત્યારે દારૂને લઈને કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય એ બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા સામે મોરચો માંડ્યો છે.

‘ઢીલા અમલના કારણે જિલ્લાની મહિલાઓ વિધવા બની’

- Advertisement -

બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પત્ર લખી સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ધૂમ દારૂ ઠલવાઈ રહ્યો છે. દારૂના દૂષણને કારણે કેટલીય મહિલાઓ વિધવા બની છે. બાળકો અને પરિવાર પર ખૂબ જ અસર થઈ રહી છે. પરિણામે બહેન-દીકરીઓને વિધવા કરનાર ભ્રષ્ટ અધિકારીઓને બદલે નિષ્ઠાવાન મહિલા SPને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરો.

Share This Article