Digital Census Gujarat: વસ્તી ગણતરી 2027
તારીખ: 01/06/2026. કાલે 2 જૂન 2026 થી ગુજરાતમાં શરૂ
ગુજરાત વસ્તી ગણતરી 2027 – સંપૂર્ણ માહિતી
1. શું છે આ વસ્તી ગણતરી?
દર 10 વર્ષે દેશની કેટલી વસ્તી છે, કોણ ક્યાં રહે છે, કેટલા ભણેલા છે, કેટલા ઘર છે એનો હિસાબ સરકાર કરે. એને જ વસ્તી ગણતરી કહે. 2021 માં કોરોનાને લીધે થઈ નહોતી, એટલે હવે 2027 માં થાય છે.
2. ક્યારથી ક્યારે સુધી?
ગુજરાતમાં કાલે 2 જૂન 2026 થી પ્રારંભ. આખા દેશમાં તબક્કાવાર થશે. પહેલો તબક્કો ઘરની યાદી, બીજો તબક્કો લોકોની ગણતરી.
3. સૌથી મોટો ફેરફાર – 100 ટકા ડિજિટલ
પહેલા: અધિકારી કાગળ-પેન લઈને આવતા, ફોર્મ ભરતા, ભૂલ થતી, ડેટા એન્ટ્રી મોડી થતી.
હવે: દરેક ગણનાકાર પાસે ટેબલેટ/મોબાઈલ એપ હશે. ઘરે આવીને સીધું ડેટા એપમાં ભરશે.
ફાયદો: ભૂલ નહીં, ખોટી એન્ટ્રી નહીં, રિઝલ્ટ જલ્દી મળશે, ભ્રષ્ટાચારનું ચાન્સ નહીં.
4. કોણ આવશે ઘરે?
સરકારે ટ્રેઈન્ડ ગણનાકાર અને સુપરવાઈઝર રાખ્યા છે. એ લોકો પાસે ઓળખ કાર્ડ હશે. વસ્તી ગણતરીનું કાર્ડ + સરકારી આઈડી બતાવીને જ આવશે.
5. શું શું પૂછશે?
ઘરના બધા સભ્યના નામ, ઉંમર, જાતિ, ભણતર, ધંધો, જન્મ સ્થળ, માતૃભાષા, ધર્મ, લગ્નની ઉંમર, મોબાઈલ નંબર, આધાર લિંક વગેરે.
ઘર વિશે: કેટલા રૂમ, પાણી-વીજળી-શૌચાલય છે કે નહીં, રસોઈનો બળતણ, ઈન્ટરનેટ છે કે નહીં.
6. તમારે શું તૈયારી રાખવાની?
કોઈ ડોક્યુમેન્ટ ફરજિયાત નથી. પણ સહકાર માટે આ રાખો તો સારું:
આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, ભણતરના સર્ટી, મોબાઈલ નંબર.
ઘરનો મુખ્ય વ્યક્તિ હાજર રહે તો સારું. બધાની માહિતી સાચી આપો.
7. ગુજરાતમાં ખાસ વાત
સરકારે કહ્યું છે કે ગુજરાતમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ જનગણના થશે. એટલે અમદાવાદથી લઈને ગામડા સુધી બધે ટેબલેટથી જ કામ થશે.
8. ધ્યાન રાખવાની 3 વાત
1. ગણનાકાર ક્યારેય પૈસા માંગશે નહીં. ફ્રી છે. જો કોઈ પૈસા માંગે તો 14422 પર ફરિયાદ કરો.
2. તમારી માહિતી ગુપ્ત રહેશે. કાયદા મુજબ કોઈને આપી શકાય નહીં.
3. ખોટી માહિતી ના આપો. એ ગુનો બને. સાચી માહિતી આપશો તો સરકારની યોજના તમારા ગામ/વિસ્તાર સુધી સાચી રીતે પહોંચશે.
*ટૂંકમાં
કાલથી સરકારનો માણસ ટેબલેટ લઈને આવશે. 10 મિનિટ આપો, સાચી માહિતી આપો. દેશનું ભવિષ્યનું આયોજન એના પર જ થશે.
આ પણ વાંચો: Gujarat Universal Affidavit Scheme: ગુજરાત સરકારની ‘1 નેશન, 1 એફિડેવિટ’ સ્કીમ – Newz Cafe

