વડોદરા પોલીસે તેને કસ્ટડીમાં લઈ આણંદ પોલીસને જાણ કરી છે.
આણંદ અને આસપાસના પાંચ મકાનોમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા એક રીઢો ચોરની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. આણંદ, ખંભોળાજ, વાસદ, આંકલાવ અને બોરસદમાં થયેલી ચોરીની ઘટનાઓમાં વડોદરાના રણોલી વિસ્તારમાં રહેતા રવિસિંહ તારાસિંહ સરદાર (સિકલીગર)નું નામ સામે આવ્યું હતું.

વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રણોલીના બળીયાદેવ નગર પાસેથી રવિસિંગની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા પોલીસે તેને કસ્ટડીમાં લઈ આણંદ પોલીસને જાણ કરી છે. આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ વાસદમાં વડોદરાની મહિલા પાસેથી ડુપ્લીકેટ સોનાના સિક્કા આપીને રૂ.41 લાખ પડાવી લેવાની ઘટનામાં સંડોવાયેલા વિજય મારવાડી નામના આરોપીની પણ વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
