Gujarat Universal Affidavit Scheme: ગુજરાત સરકારની ‘1 નેશન, 1 એફિડેવિટ’ સ્કીમ

Arati Parmar
2 Min Read

Gujarat Universal Affidavit Scheme: ગુજરાત સરકારની ‘1 નેશન, 1 એફિડેવિટ’ સ્કીમ

1. શું છે આ યુનિવર્સલ એફિડેવિટ?
ગુજરાત કાયદા વિભાગે 1 જ સમાન ફોર્મેટ બનાવી દીધું. પહેલા દરેક ખાતાનું અલગ ફોર્મ હતું. હવે નામ, સરનામું, વિગત લખીને 1 જ એફિડેવિટથી બધું કામ થઈ જશે.

- Advertisement -

CM ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને મંજૂરી આપી. Photo માં એ જ દેખાય છે.

2. કયા-કયા કામમાં ચાલશે?
હવે આ 1 જ એફિડેવિટથી આ બધું થઈ જશે:
– AMC/મ્યુનિસિપાલિટી: પ્રોપર્ટી ટેક્સ, ટ્રેડ લાઈસન્સ, બાંધકામ પરવાનગી
– મલતદાર/કલેક્ટર: આવકનું પ્રમાણપત્ર, નોન-ક્રિમીલેયર, રહેઠાણનો દાખલો
– પોલીસ: પાસપોર્ટ વેરિફિકેશન, ગુમ થયેલ વસ્તુની ફરિયાદ
– શિક્ષણ: સ્કૂલ-કોલેજમાં એડમિશન, સ્કોલરશિપ
– અન્ય: બેંક, વીમા, નોટરાઈઝ કોઈપણ સરકારી કામ

- Advertisement -

3. લોકોને શું ફાયદો?
પહેલા: દરેક કામ માટે નવું 20-100 રૂ.નું સ્ટેમ્પ + 50 રૂ. નોટરી + લાઈન + ધક્કા
હવે: 1 વાર એફિડેવિટ બનાવો, ફોટોકોપી કરીને બધે આપો. સમય + પૈસા બંને બચે

સરકારે સીધું કહ્યું: “નાગરિકોનો સમય બચશે અને બિનજરૂરી ધક્કા ખાવામાંથી મોટી મુક્તિ મળશે”

- Advertisement -

4. ક્યારથી લાગુ? કેવી રીતે મળશે?
લાગુ તારીખ: 01-06-2026 એટલે આજથી જ બધી સરકારી કચેરીએ માન્ય
ક્યાંથી મળશે:
1. કોઈપણ નોટરી/સ્ટેમ્પ વેન્ડર પાસે નવું ‘યુનિફોર્મ ફોર્મેટ’ મળશે
2. e-Stamp/ગ્રામ સેવા કેન્દ્ર પરથી ઓનલાઈન પણ ડાઉનલોડ થશે
3. ફી: 20 રૂ. સ્ટેમ્પ પેપર + નોટરી ફી પહેલાની જેમ જ. કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં

5. ધ્યાન રાખવાનું શું?
1. જૂના ફોર્મ નહીં ચાલે: જો કોઈ અધિકારી જૂનું અલગ ફોર્મ માંગે તો ના પાડો. આ નવું જ માન્ય છે.
2. ખોટી માહિતી નહીં: 1 જ ફોર્મ એટલે બધે એક જ વિગત લખવાની. ખોટું લખશો તો બધે પ્રોબ્લેમ.
3. માન્યતા: ગુજરાતની બધી સરકારી/અર્ધ-સરકારી કચેરીએ ફરજિયાત સ્વીકારવાનું છે.

 

Share This Article