By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: Bogus Farmer Account Holder Case: બોગસ ખેડૂત ખાતેદાર કેસ: BJP MLA રમણલાલ વોરા સામે કાર્યવાહીનો હુકમ
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Gujarat > Bogus Farmer Account Holder Case: બોગસ ખેડૂત ખાતેદાર કેસ: BJP MLA રમણલાલ વોરા સામે કાર્યવાહીનો હુકમ
Gujarat

Bogus Farmer Account Holder Case: બોગસ ખેડૂત ખાતેદાર કેસ: BJP MLA રમણલાલ વોરા સામે કાર્યવાહીનો હુકમ

Arati Parmar
Last updated: March 7, 2025 5:11 am
By Arati Parmar
2 Min Read
Share
Bogus Farmer Account Holder Case
SHARE

Bogus Farmer Account Holder Case: સાબરકાંઠાના ઈડરના દાવડ ગામની સીમમાં આવેલી જમીનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સહિત લોકો ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો અને ગણોતધારાની જોગવાઈ મુજબ કાર્યવાહીની માંગ સાથે અમદાવાદના અરજદારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કલેક્ટર કચેરીએ રમણલાલ વોરા સહિત લોકો સામે ઈડરના નાયબ કલેક્ટરને નિયમોનુસાર કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા આદેશ આપ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો
ખેડૂતના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી. ત્યાં જ ઇડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતાં કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

અમદાવાદના નારોલમાં રહેતા પ્રકાશ એલ. પરમાર નામના નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નં. 584, 549, 551 અને 581ની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત બિનખેડૂત હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયેલા છે. જેની તાકીદે તપાસ કરી કાયદેસર કાર્યવાહી માટે માંગ કરી હતી.

અરજદારે આ સમગ્ર પ્રકરણમાં ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી હોવાથી આખરે કલેકટર કચેરી લેખિત થકી ઇડરના નાયબ કલેકટરને નિયમોનુસાર કાર્યવાહી કરી આધાર પુરાવા સાથેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું. કલેકટર કચેરીએ ધારાસભ્ય સામેની અરજીમાં ત્વરિત તપાસના આદેશ આપતાં આગામી દિવસોમાં ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે. જો કે, જાણવા મળતી બિનસત્તાવાર માહિતી મુજબ દાવડની સદર જમીનનો અન્યને નામે રિવર્સ દસ્તાવેજ થઈ છે. જો રિવર્સ દસ્તાવેજ થયો હોય તો કેમ રિવર્સ કરવો પડ્યો તે પણ તપાસનો વિષય છે.

- Advertisement -

પ્રકરણ મામલતદાર, કૃષિ પંચને મોકલાવ્યું: નાયબ કલેક્ટર

આ બાબતે ઇડરના નાયબ કલેક્ટર રોનક પટેલે જણાવ્યું હતું કે, ‘દાવડ જમીન પ્રકરણમાં અરજદારે ગણોતધારાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા કલેકટર કચેરીમાં લેખિત રજુઆત કરી હતી. કલેકટર કચેરીમાંથી નિયમોનુસાર કાર્યવાહી માટે મને લેખિત મોકલાવ્યું હતું. જો કે ગણોતધારા બાબતના અધિકારો મામલતદાર અને કૃષિ પંચ હેઠળના હોવાથી કાર્યવાહી માટે સમગ્ર પ્રકરણ મામલતદારને મોકલી આપ્યું છે. મામલતદારે પણ ગણોતધારા હેઠળની કાર્યવાહી માટે તેઓના વિશેષાધિકાર હોવાનું સ્વીકાર્યું હતું.’

- Advertisement -

રૂપાલા કેસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે
Municipal Corporation : આવકના અભાવે 57 ન.પા. દેવામાં ડૂબી, 311 કરોડના વીજબીલ બાકી
જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારના ૪૦ ગામો આઠ – દશ દિવસ સુધી સંપર્ક વિહોણા થયા હતાં.
સુરતઃ ચૂંટણી પ્રચારની નવી રીત, શહેરમાં લગાવ્યા ‘ફોન લગાવો, યુપી જીતાઓ’ના બેનરો
Gujarat Patan Bulldozer Action: ગુજરાતના પાટણમાં ગરજ્યું ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર, ગૌચરની જમીન પચાવી પાડનાર ભાવેશ રબારીનું ‘રામાધણી સ્ટેટ’ જમીનદોસ્ત, પોલીસ વાન પર હુમલો પડ્યો મોંઘો
TAGGED:Bogus Farmer Account Holder Case
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

Municipal Infrastructure Development
Gujarat

Municipal Infrastructure Development: નવ મહાનગરપાલિકાઓ માટે મોટો નિર્ણય, નાગરિક સુવિધાઓ માટે 5 વર્ષ સુધી વિનામૂલ્યે મળશે જમીન

3 Min Read

આ મામલામાં અધિકારીઓએ જણાવ્યું કે 5 વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ખાલી કરી દીધી છે.

2 Min Read
Gujarat Legislative Assembly
Gujarat

Gujarat Legislative Assembly: ગુજરાતમાં 40% બાળકો કુપોષિત, અધિકારીઓ ભોગવે ₹16,000ના ડ્રાય ફ્રૂટ; ચૂંટણી ખર્ચ પૂછતાં MLA સસ્પેન્ડ!

2 Min Read
Monsoon in Gujarat
Gujarat

Monsoon in Gujarat: ગુજરાતમાં 22 મેથી પ્રિ-મોન્સૂન વરસાદ, 8 જૂન સુધી ચોમાસું પ્રવેશી શકે

1 Min Read
Vikash na Rahbar Weekly Webinar Series
Gujarat

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સીરીઝ

1 Min Read
PonziScheme
Gujarat

PonziScheme : “ધવલસિંહ ઝાલાએ કહ્યું: ‘મિત્ર ભૂપેન્દ્રસિંહને એકના બે અને બેના ચાર કરવું બરાબર આવડે'”

3 Min Read
rain rescue water flood
Gujarat

August 29, 2024

1 Min Read

ચૂંટણીમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ અને આપ) મુખ્ય રાજકીય પક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવશે

1 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?