Ahmedabad POCSO Verdict: અમદાવાદ પોક્સો કોર્ટનો કડક ચુકાદો, સગીરાઓના યૌન શોષણ કેસમાં બે આરોપીઓને કઠોર સજા

Arati Parmar
2 Min Read

Ahmedabad POCSO Verdict: સગીર યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલવાના કેસમાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, સાથીને આજીવન કારાવાસ

Ahmedabad POCSO Verdict: પોક્સો વિશેષ અદાલતે બાંગ્લાદેશી મૂળના એક વ્યક્તિ સહિત બે આરોપીઓને સગીર યુવતીઓને દેહવ્યાપાર માટે મજબૂર કરવા, માનવ તસ્કરી તથા યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવતાં મુખ્ય આરોપીને 20 વર્ષની તથા તેના સાથીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

અમદાવાદના ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદેસર રીતે વસેલા બાંગ્લાદેશીઓને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાંથી કામ અપાવવાના બહાને સગીર યુવતીઓને ગુજરાત લાવી તેમનું યૌન શોષણ કરવા અને દેહવ્યાપાર માટે મજબૂર કરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ નીતા વસવેલિયાએ બાંગ્લાદેશી આરોપીને આજીવન કારાવાસ તથા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓગસ્ટ 2024માં બંને આરોપીઓની ધરપકડ કરી હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. જાડેજા તથા આઈ. એન. ગોસારાએ સગીર યુવતીઓને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાંથી લાવી તેમનું યૌન શોષણ કરવા તથા તેમને દેહવ્યાપારમાં ધકેલવાના કેસમાં પશ્ચિમ બંગાળના મૂળ રહેવાસી સાગર મિલાન મંડલને અમદાવાદના વસ્ત્રાલમાંથી તથા બાંગ્લાદેશી મૂળના મૌહમ્મદ ફારુખ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલને અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઓગસ્ટ 2024માં ધરપકડ કરી હતી.

- Advertisement -

15 અને 17 વર્ષની બે સગીરાઓની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી

15 વર્ષની એક સગીરા તથા 17 વર્ષની બીજી સગીરાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં એક પીડિતાને સાગર મંડલે પોતાની પત્ની તરીકે રાખી હતી અને બાદમાં તેને દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. પીડિતા મૂળ બાંગ્લાદેશની રહેવાસી હોવાનું જણાવાયું છે.

- Advertisement -

મુખ્ય આરોપીને 20 વર્ષની સજા અને દંડ

અદાલતે તેને મુખ્ય આરોપી માનતાં 20 વર્ષની સજા તથા 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પોતાની ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેમને કામ અપાવવાના બહાને અહીં લાવી દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. આરોપીઓએ તેમનું યૌન શોષણ પણ કર્યું હતું.

પોક્સો અદાલતનો ચુકાદો

પોક્સો અદાલતે ભારતીય ન્યાય સંહિતા, POCSO Act તથા ગેરકાયદે માનવ તસ્કરી સંબંધિત વિવિધ કલમો હેઠળ સાગર મંડલને 20-20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે. જ્યારે મૌહમ્મદ ફારુખને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

Share This Article