શું સરકારે બદલી કરી કથિત આરોપી અધિકારીઓને બચાવી લીધાં છે ?

Reena Brahmbhatt
2 Min Read

ગમે તેવો સળગતો મામલો હોય તેનો સરળ ઉકેલ લાવવા માટે ભાજપ સરકાર ની કાબેલિયતને દાદ આપવી પડે તેમ છે. પ્રજાના રોષને ઠારવા માટે લેવામાં આવતા નિર્ણયો ક્ષણિક, પરંતુ ભરપૂર આનંદ આપે છે. ભ્રષ્ટાચારથી ખદબદતા બેકાબૂ સરકારી તંત્રને લગામ નાંખવામાં નિષ્ફળ રહેલી ગુજરાત સરકાર બદલી અને ફરજમોકૂફીના પગલાં લઈ જનતા જર્નાદન અને અદાલતોને મનાવી લે છે. રાજકોટનો કમિશનકાંડ હોય કે બોટાદ-અમદાવાદનો લઠ્ઠાકાંડ કે પછી મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના કે વડોદરા હરણી બોટકાંડ આવા કેટલાંય કાંડ પર પરદો પડી ગયો છે. રાજકોટના અગ્નિકાંડમાં નાની માછલીઓને સસ્પેન્ડ અને મોટા મગર મચ્છોની બદલી કરવાના નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ ઊઠી છે.

IAS IPS અધિકારીઓની બદલીનો ખેલ

- Advertisement -

રાજકોટ શહેરના અગ્નિકાંડ માટે જવાબદાર મનાતા ઉચ્ચ અધિકારીઓની બદલી સૂચવે છે કે, ગુજરાત સરકારે તેમને પ્રાથમિક દ્રષ્ટીએ જ દોષિત માન્યાં છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ રાજકોટના અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઈ ને સ્થાન પરથી હટાવી દેવાયાં છે. સાથે જ ચારેય ઉચ્ચ અધિકારીઓને નિમણૂકની પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવ્યાં છે. પ્રાથમિક રીતે દોષિત જણાતા આ અધિકારીઓ પૈકી કેટલાંક સીધી રીતે અગ્નિકાંડ માટે જવાબદાર છે તો તેમની સામે સસ્પેન્શનના પગલાં લેવામાં ગુજરાત સરકાર ને કયા અવરોધ નડે છે. ગુજરાત સરકારનો ભૂતકાળ જોતા આગામી દિવસોમાં આ અધિકારીઓને ધીમે રહીને સાચવી લેવાશે તેવી ચર્ચા ઊઠી છે.

Investigation scope

- Advertisement -

સરકારે ભૂતકાળમાં કાઢેલા સરળ ઉકેલ

ભાજપ ધારાસભ્ય ની ફરિયાદ બાદ કમિશનકાંડમાં તત્કાલિન રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ ચોકી ખાતે બદલી કરી દેવાઈ. Morbi ઝૂલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકાના સસ્પેન્ડેડ ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલા ને પોલીસ તપાસમાં છાવરી લેવાયા. Vadodara હરણી બોટકાંડમાં સમ ખાવા પૂરતી પણ કોઈ ઠોસ કાર્યવાહી ગુજરાત સરકારે કરી નથી. બોટાદ-અમદાવાદ લઠ્ઠાકાંડમાં પણ નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા અને બે જિલ્લા પોલીસ વડાની બદલી કરીને મામલો થાળે પાડી દેવાયો. આવા તો અનેક દાખલાં છે આ સરકારમાં.

- Advertisement -
Share This Article