Dr. Soumya Rajan Education Award: ભારતના શિક્ષણ મંત્રાલયના ઉપસચિવ અને ગુજરાતના ભૂતપૂર્વ NIOS નિર્દેશક ડો. સોમ્યા રાજન ને 22 /5/ 2026 ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન દ્વારા ‘ઉત્કૃષ્ટ કે સ્ટડી એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.વર્ષ 2022 – 23 દરમિયાન તેઓ જ્યારે ગુજરાતમાં NIOS ડાયરેક્ટર પદે કાર્યભાર સંભાળી રહ્યા હતા ત્યારે ‘શિક્ષા થી સમૃદ્ધિ’ કાર્યક્રમ દ્વારા પાયાના કાર્યકરોની શૈક્ષણિક ખામીઓને દૂર કરી મહિલા અને બાળ વિકાસ સેવાઓને મજબૂત બનાવવા માટે એક લક્ષિત શૈક્ષણિક ઝુંબેશ શરૂ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 27 ફ્રન્ટ લાઈન કાર્યકરો (આંગણવાડી, તેડાગર અને આશા વર્કર) ને સફળતા પૂર્વક ધોરણ 10 અને ધોરણ 12 ની લાયકાત પૂર્ણ કરાવી આગામી વિકાસ માટે સક્ષમ બનાવ્યા હતા.
તેમના દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત કાર્ય સામુદાયિક ભાગીદારી, વ્યૂહાત્મક વહીવટ, નિરંતર શિક્ષણ અને મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કાર્યરત કરનાર હતું.
Dr. Soumya Rajan Education Award: ગુજરાતમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીના અનુસંધાને ડો. સૌમ્યા રાજનને ઉત્કૃષ્ટ કેસ સ્ટડી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

