અમદાવાદ: ગુજરાતમાં ૪૬ ટકા બાળકો કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે ૩૬૦૦ થી વધુ નવા કેસ

Reena Brahmbhatt
1 Min Read

માતા-પિતાએ નાનપણથી જ બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ.

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૭૧,૫૦૦ થી વધુ નવા કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે. હવે બાળકોમાં પણ કેન્સરના કેસ વધી રહ્યા છે. જો આપણે ફક્ત ગુજરાતની વાત કરીએ તો, દર વર્ષે સરેરાશ ૩૬૦૦ થી વધુ બાળકો કેન્સરથી પ્રભાવિત થાય છે.

- Advertisement -

વિશ્વ આરોગ્ય સંગઠન દર વર્ષે ૧૫ ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ’ તરીકે ઉજવે છે. ભારતમાં દર વર્ષે બાળકોમાં સરેરાશ ૭૬,૮૦૦ થી વધુ નવા કેન્સરના કેસ નોંધાય છે. ICMR દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 19 વર્ષની ઉંમર સુધીના કેન્સરના 60 ટકા કેસ છોકરાઓમાં અને 40 ટકા છોકરીઓમાં જોવા મળે છે. બાળકોમાં સૌથી સામાન્ય કેન્સર લોહી, મગજની ગાંઠો, લ્યુકેમિયા અને લિમ્ફોમા છે.

અલબત્ત, વધુ ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતમાં ૪૬ ટકા બાળકોને કેન્સરની સારવાર મળતી નથી. આ અંગે ડોક્ટરોએ કહ્યું, “મોડું નિદાન, જાગૃતિનો અભાવ અને સંસાધનો જેવા પરિબળો મોટાભાગે જવાબદાર છે.” દરેક માતા-પિતાએ ડૉક્ટરની સલાહના આધારે તેમના બાળકોનો HPV ટેસ્ટ કરાવવો જોઈએ. રસી લેવી જોઈએ. માતા-પિતાએ નાનપણથી જ તેમના બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. ઓછી શારીરિક પ્રવૃત્તિ, ખરાબ ખાવાની આદતો અને પર્યાવરણમાં ફેરફાર જેવા પરિબળો બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે.

- Advertisement -
Share This Article