Educated Terrorism Analysis: ડિગ્રી હાથમાં, પણ હાથ લોહીથી રંગાયેલા: ભણેલા છતાં આતંકી કેમ બને છે? માનસિકતા કે કટ્ટરતા?

Arati Parmar
3 Min Read

Educated Terrorism Analysis: ડોક્ટર, પ્રોફેસર, કમ્પ્યુટર એન્જિનિયર… આ શબ્દો સાંભળતા જ મનમાં ઈજ્જત આવે. સમાજને બચાવનારા, ભણાવનારા અને દેશને આગળ લઈ જનારા લોકો.

પણ જ્યારે કોર્ટના કાગળ પર આ જ શબ્દોની બાજુમાં “આતંકવાદી” લખાયેલું આવે ત્યારે વિશ્વાસ ઉડી જાય છે.

- Advertisement -

હાઈકોર્ટમા 2008 ના અમદાવાદ બ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન સામે આવ્યું કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ
હાઈલી ક્વોલિફાઈડ છે. તેમાં ડોક્ટરો, પ્રોફેસરો અને કમ્પ્યુટર નિષ્ણાતોનો પણ સમાવેશ છે.

સવાલ એ જ છે: આટલું ભણ્યા આટલા ખતરનાક કરતુત છતાં શા માટે?

- Advertisement -

1. દિમાગનો દુરુપયોગ
ભણતર માણસને સારો બનાવે એ જરૂરી નથી. જે દિમાગથી ડોક્ટર જીવ બચાવી શકે, એ જ દિમાગથી બોમ્બ કેવી રીતે બનાવવો એ પણ શીખી શકે. જે પ્રોફેસર પેઢી ઘડી શકે, એ જ નફરતની ફેક્ટરી પણ ચલાવી શકે.આ આતંકી ઈફેક્ટ છે.

2. શિક્ષણ નહીં, સંસ્કારની કમી
ડિગ્રી મળવાથી માણસ માણસ નથી બનતો. દિલમાં માનવતા ના હોય તો PhD પણ રાક્ષસ બનાવી દે. આ લોકોએ પુસ્તકો તો ઘણા વાંચ્યા, પણ “માણસ બનો” વાળું પહેલું પાનું કદાચ ક્યારેય વાંચ્યું જ નહીં.

- Advertisement -

3. વિચારધારાનું ઝેર
શિક્ષિત લોકોને તોડવા હકીકતમા અઘરા હોય કેમ કે તેમને આવા ગુનાની ગંભીરતાનો ખ્યાલ હોય છે. પરંતુ તેમને લાગણી, ગુસ્સા અને “સિસ્ટમ બદલવાની” વાતોના નામે બ્રેઈનવોશ કરવામાં આવે છે. અને પછી એ જ હોશિયાર દિમાગ દેશની વિરુદ્ધ વપરાય છે.

સૌથી મોટો ખતરો આ જ છે
અભણ ગુનેગારથી સમાજ બચી શકે. પણ જ્યારે ગુનો કરનાર
ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર હોય ત્યારે એ સમાજ માટે સૌથી મોટો ખતરો બની જાય. કારણ કે તેમની પાસે પૈસા છે, દિમાગ છે અને લોકોને ગેરમાર્ગે દોરવાની શક્તિ છે.

આ કેસમાં પણ સામે આવ્યું કે આ આતંકીઓએ અન્ય રાજ્યોમાં પણ ગુના આચર્યા છે અને તેમની સામે કેસ ચાલી રહ્યા છે.

છેલ્લો સવાલ સમાજને
શું આપણે ફક્ત માર્કશીટ જોઈને તેમ માની લેવાનુ કે ભણેલ ગણેલ લોકો મા સમજ કે માણસાઇ હોય છે? તો તે ભુલ ભરેલુ છે..આ લોકો કયારેય પણ શુ માણસ બની શકશે?

કારણ કે ડિગ્રી વગરનો માણસ ભલે ગરીબ હોય, પણ ડિગ્રી વાળો રાક્ષસ આખા દેશ માટે ઘાતક સાબિત થાય છે.

ભણતરથી દેશ બને, પણ સંસ્કાર વગરનું ભણતર દેશને લોહી લુહાણ કરે છે.

Educated Terrorist Gujarat, Doctor Terrorist Case, Professor Involved Blast, Highly Qualified Terrorist, Brainwashed Educated Youth, Gujarat High Court Terror Case, Terrorism and Education

Share This Article