Fire Near Amreli: અમરેલી નજીક કારખાનામાં ભીષણ આગ! ફાયરબ્રિગેડ અને પ્રશાસન તાત્કાલિક દોડી આવ્યું

Arati Parmar
1 Min Read

Fire Near Amreli: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

અમરેલી જિલ્લાના જાફરબાદ નજીક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આગની ઘટનાની જાણ થતાં મામલતદાર, જાફરાબાદ પોલીસ અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.  અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

Share This Article