Gujarat Police Netram Ranking: ગુજરાતમાં જૂનાગઢ, ગાંધીનગર, અને ગાંધીધામ ‘નેત્રમ’નો જલવો, ડીજીપી KLN રાવે કરી પ્રશંસા, જાણો તાજી રેન્કિંગ

Arati Parmar
2 Min Read

Gujarat Police Netram Ranking: કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવી ચૂકેલા ગુજરાતમાં આધુનિક પોલીસિંગ થઈ રહ્યું છે. વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુના સ્થળ એકતા નગરથી લઈને રાજ્યના ૬ પવિત્ર યાત્રાધામો અને ૩૪ જિલ્લાઓમાં ‘પ્રોજેક્ટ વિશ્વાસ’ હેઠળ આધુનિક ‘નેત્રમ’ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) સ્થાપિત કરવામાં આવ્યા છે. આના માધ્યમથી પોલીસ ટ્રાફિક નિયમોના પાલનથી લઈને ગુનાની તપાસ કરી રહી છે. આ નેત્રમનો સારો ઉપયોગ થાય તે માટે ત્રિમાસિક રેન્કિંગના આધારે એવોર્ડ પણ આપવામાં આવે છે. ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં કચ્છનું ગાંધીધામ, રાજધાની ગાંધીનગર અને જૂનાગઢ નેત્રમ ટોપ પર રહ્યા હતા. ડીજીપી ડો. કે.એલ.એન. રાવે શ્રેષ્ઠ નેત્રમને પુરસ્કૃત કર્યા હતા.

બે કેટેગરીમાં થાય છે રેન્કિંગ

જિલ્લાઓના આ નેત્રમને ગાંધીનગર સ્થિત માસ્ટર કંટ્રોલરૂમ ‘ત્રિનેત્ર’ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અનુસાર આ નેત્રમનું નિર્માણ કર્યું છે. ગુજરાત પોલીસના નેત્રમને બે કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. પહેલી છે ‘શોધ’ એટલે કે સીસીટીવી ફૂટેજની મદદથી કેટલા ગુનાઓ ઉકેલવામાં આવ્યા. બીજી કેટેગરી છે ‘માર્ગ સુરક્ષા’ એટલે કે શહેરમાં પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમોના પાલન માટે કેટલો થયો? ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં સતત જૂનાગઢ અને ગાંધીનગર નેત્રમ શીર્ષ પર રહ્યા હતા. ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગાંધીધામ પ્રથમ, જૂનાગઢ બીજા અને ખેડા ત્રીજા સ્થાને રહ્યું હતું.

- Advertisement -

‘શોધ’ કેટેગરીમાં નેત્રમનું રેન્કિંગ

ક્રમનેત્રમનું નામરેન્ક
૧જૂનાગઢપ્રથમ
૨જામનગરદ્વિતીય
૩કચ્છ ઈસ્ટ (ગાંધીધામ)તૃતીય

નોંધ: ઓક્ટોબર, ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ સુધી

માર્ગ સુરક્ષામાં ગાંધીનગર ટોપ

આ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર ગાંધીનગર નેત્રમને મળ્યો હતો. બીજા સ્થાને ભરૂચ અને ત્રીજા સ્થાને ખેડા નેત્રમ રહ્યું હતું. રાજ્યમાં ગુજરાત પોલીસે મહત્વકાંક્ષી ‘પ્રોજેક્ટ વિશ્વાસ’ લાગુ કર્યો છે. આ વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી (Video Integration and State Wide Advanced Security) નું શોર્ટ ફોર્મ છે. આની કમાન ડીજીપી રેન્કના અધિકારી ૧૯૯૬ બેચના IPS નરસિમ્હા કોમારના હાથમાં છે. તેઓ હાલમાં વડોદરાના પોલીસ કમિશનર પણ છે. ગુજરાતમાં અત્યારે ૩૪ નેત્રમ કાર્યરત છે. વડોદરા સિટી અને સુરત સિટીને ટૂંક સમયમાં નવા નેત્રમ મળવાની આશા છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમનો શુભારંભ થઈ શકે છે.

- Advertisement -
Share This Article