નંદેસરી, ગોરવા અને જવાહરનગર વિસ્તારમાંથી બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

newzcafe
1 Min Read

વડોદરાઃ પાંચ ચોરાઉ બાઇક સાથે બે ચોર ઝડપાયા


વડોદરા શહેરની નંદેસરી પોલીસે નંદેસરી, ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને 5 ચોરાઉ મોટર સાયકલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 


વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વિજય ગોહિલ અને ચિરાગ વાદીની ચોરીના મોટરસાયકલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પ્રદીપસિંહ ઉર્ફે શશી ગોહિલ નામના અન્ય વ્યક્તિ સાથે મળીને નંદેસરી, જવાહરનગર અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી હતી. આરોપીની કબુલાતના આધારે પોલીસે પો


તેની પાસેથી ચોરીની 5 મોટરસાયકલ મળી આવી છે. જ્યારે પ્રદીપસિંહ ગોહિલને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article