ગુજરાત સરકારના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

Reena Brahmbhatt
3 Min Read

અમદાવાદ, તા. 5 : ગુજરાત સરકારના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, એમ આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું, મહત્વનું છે કે, આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે ત્યારે બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે અહીં નોંધવું ઘટે કે, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની આજે રાજ્યસરકાર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કર્મચારીઓની કેટલીક માગ રાજ્ય સરકારે સ્વીકારી છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં તેની મંજૂરી અપાશે. કર્મચારી મંડળના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારને અમે 10 પ્રશ્નોની રજૂઆત કરી છે.

old pension

- Advertisement -

જેમાંથી સરકાર કેટલીક સ્વીકારે છે તે કાલે ખબર પડશે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને નવરાત્રિ અને દિવાળી સુધરે તેવી આશા છે.ફિક્સ પગાર યોજના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા માટે વાત કરવામાં આવી. દરમિયાન પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘કર્મચારી મહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ મંડળના હોદ્દેદારો સાથે આજે સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે. આવતીકાલે કેબિનેટમાં એમની માગણીઓ સ્વીકારવામાં આવશે. કેબિનેટની મંજૂરી લીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત અને પરિપત્ર પણ જાહેર થશે.

અગાઉ મુખ્યમંત્રીએ એક ટૂંકા બંધબારણાના મેસેજથી 4થી ઓકટોબરના શુક્રવારે રાત્રે એલર્ટ કરીને 6ઠ્ઠી, ઓકટોબરના રવિવારે બપોરે, 4.30 વાગ્યે મંત્રીમંડળની તાકીદની બેઠક બોલાવવાનું નક્કી કરતાં સમગ્ર મંત્રીમંડળ, ધારાસભ્યો અને રાજકીય વર્તુળોમાં કૂતુહલની લાગણી પ્રસરી છે. સ્વાભવિક રીતે જ સપ્તાહમાં માત્ર બુધવારના એક દિવસ જ મંત્રીમંડળની બેઠક યોજાતી હોવાછતાં એકાએક, ક્યારેય નહીં અને આ વખતે રવિવારની રજાના દિવસે મંત્રીમંડળની બેઠક યોજવાનો નિર્ણય લેતા તરહતરહની અફવાઓ અને અટકળો ચાલુ થઈ ગઈ છે. જોકે, જાણકાર સૂત્રોના સંકેત મુજબ 7મી, ઓકટોબર-2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળનાર નરેન્દ્ર મોદીના સળંગ અને સતત શાસનકાળને 7મી, ઓકટોબર-2024ના 23 વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે તેની ઉજવણી રાજ્યભરમાં દબદબાભેર કરાવાની બાબતે, રાજ્યકક્ષાએ કોઈ વિશાળ રેલી, જિલ્લા-તાલુકા કક્ષાએ પણ મોટાપ્રમાણમાં ઉજવણીઓ કરાય તેવા આયોજન માટે મંત્રીમંડળની આ બેઠક યોજવાનું નક્કી કરાયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. દરમ્યાન જૂની પેન્શન યોજનાને બહાલી જેવા મોટા નિર્ણયના અનુસંધાને કેબિનેટ બેઠક બોલાવાઈ રહી હોવાનું સમજવામાં આવે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધૂરંધરોને મંત્રીમંડળમાં સ્થાન મળવા જેવી અટકળો પણ ઊઠી છે.

- Advertisement -
Share This Article