Monsoon Session 2025: ‘ઓપરેશન સિંદૂર’થી લઈ ‘SIR’ સુધી: સંસદમાં આજથી ચોમાસુ સત્ર, ગરમાશે રાજકીય માહોલ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Monsoon Session 2025: સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થશે અને હવે 19 ઓગસ્ટ સુધી ચાલશે. અગાઉ ચોમાસું સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે.

વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે

- Advertisement -

તેમજ આ વખતે સત્રમાં ખૂબ હોબાળો થવાની શક્યતાઓ પણ છે. વિપક્ષે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર ના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર, વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે.

સરકાર યોગ્ય જવાબ આપશે: કિરેન રિજિજુ

- Advertisement -

ઈન્ડિયા અલાયન્સે આગ્રહ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ આ બાબતે તેમજ પાકિસ્તાન સાથેના અમેરિકન રાષ્ટ્રપતિના યુદ્ધવિરામના દાવાઓ અને બિહાર (SIR) પર જવાબ આપવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં આ મુદ્દાઓ પર વડા પ્રધાન પોતે જવાબ આપે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જોકે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની ચર્ચા કરવામાં આવશે, ત્યારે સરકાર યોગ્ય જવાબ આપશે.

મોનસૂન સત્રમાં કેન્દ્ર સરકાર લોકસભામાં આ બિલો રજૂ કરે અને પસાર કરે તેવી અપેક્ષા છે

- Advertisement -

– મણિપુર GST (સુધારા) બિલ, 2025

– જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2025

– ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, 2025

– કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025

– ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, 2025

આ બિલ લોકસભામાં પસાર થવાની અપેક્ષા છે

– ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2024

– વેપારી શિપિંગ બિલ, 2024

– ભારતીય બંદરો બિલ, 2025

– આવક વેરા બિલ, 2025.

 

Share This Article