Human trafficking USA: અમેરિકામાં ડર્ટી હેરી તરીકે જાણીતા ગુજરાતી એજન્ટને માનવ તસ્કરીના ગુનાહેતુ 10 વર્ષની જેલસજા

Arati Parmar
3 Min Read

Human trafficking USA: અમેરિકામાં ત્રણ વર્ષ પહેલાં ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં ગુજરાતના ડિંગુચાના એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ ઘટનામાં અમેરિકામાં મૂળ ગુજરાતી એવા હર્ષ રમણલાલ પટેલની ભૂમિકા સામે આવી હતી, જે લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપવાતો હતો. આ કેસમાં અમેરિકાના મિનેસોટાના ફેડરલ જજ જૉન ટુનહેમે હર્ષ પટેલને 10 વર્ષ અને એક મહિનાની સજા ફટકારી છે. આ કેસમાં હર્ષ પટેલના સાથીદાર અને કેનેડા સરહદેથી કામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવનારા સ્ટીવ એન્થની શેન્ડને છ વર્ષ અને છ મહિનાની સજા ફટકારી છે.

ગેરકાયદે અમેરિકામાં ઘુસવાના પ્રયાસમાં થયા મોત

- Advertisement -

આ કેસની વિગત એવી છે કે, ગુજરાતના ડિંગુચાનો પટેલ પરિવાર કેનેડાની સરહદેથી ગેરકાયદે રીતે સરહદ પાર કરવા જતા ઠંડીમાં ઠુઠવાઈને મૃત્યુ પામ્યો હતો. આ અંગે અમેરિકન પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતી મૂળનો અમેરિકન અને ડર્ટી હેરીના નામથી જાણીતો હર્ષકુમાર રમણલાલ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ સહિતના વિઝા પર કેનેડા લાવતો હતો. ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી, પરંતુ કેનેડાથી અમેરિકા ગેરકાયદે ઘૂસણખોરીનું નેટવર્ક ચલાવતો હતો. હર્ષ પટેલના માનવ તસ્કરીના નેટવર્કના કારણે ગુજરાતના ડિંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના મોત થયા હતા. આ ચારેય લોકો ઠંડીથી ઠુઠવાઈને મૃત્યુ પામ્યા હતા.

Share This Article