Kinjal Rabari: અમદાવાદમાં લોકગાયિકા કિંજલ રબારીના ગંભીર આરોપ, પિતા-પરિવાર પર અપહરણ અને મારપીટનો આક્ષેપ.

Arati Parmar
2 Min Read

Kinjal Rabari: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ તેના પિતા ઠાકરશી રબારી અને અન્ય પરિવારજનો પર તેના પતિ સાથે મારપીટ કરીને તેનું અપહરણ કરી તેને અન્ય યુવક સાથે રહેવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.

ગત રવિવારે કિંજલે અમદાવાદના એક મોલમાં તેના પતિને બોલાવ્યો અને તેની સાથે જતી રહી હતી. ત્યારબાદ તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને જણાવ્યું કે તે પોતાની મરજીથી પતિ સાથે રહેવા આવી છે, તેથી કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે.

- Advertisement -

લોકગાયિકા કિંજલે 2 મે 2024ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર ન માનતાં તે પતિ સાથે રહેવા જતી રહી હતી.

ગત 10 માર્ચ 2026ના રોજ કિંજલના પિતા ઠાકરશી તેને બળજબરીથી પોતાના ઘરે લઈ આવ્યા હતા અને જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાની વાત કરી હતી.

- Advertisement -

રવિવારે અમદાવાદના CBD મોલમાંથી કિંજલે તેના પતિ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો અને તેની સાથે રહેવા જતી રહી હતી. તેના અપહરણની અફવા ફેલાતાં કિંજલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તે પોતાની મરજીથી પતિ સાથે રહેવા આવી છે. તે અહીં ખુશ અને સુરક્ષિત છે.

કિંજલે પિતા અને પરિવારજનો પર લગ્ન બાદ તેનું બળજબરીથી અપહરણ કરીને પિયરમાં લઈ જવાનો તેમજ અન્ય યુવક સાથે રહેવા માટે મજબૂર કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જ્યાં તેને પોતાના જીવને જોખમ હોવાનો અહેસાસ થતો હતો.

- Advertisement -
Share This Article